ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષના ૧૪૧ મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

અરવલ્લી

અહેવાલ:- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષના ૧૪૧ મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

કોંગ્રેસ પક્ષના ૧૪૧ મા સ્થાપના દિવસ નિમિત્તે આજે મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો.કાર્યક્રમ દરમિયાન અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, ભાઈઓ-બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ધ્વજવંદન બાદ પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ એ જણાવ્યું કે,કોંગ્રેસ પક્ષે દેશની સ્વતંત્રતા, સંવિધાનની રચના અને લોકશાહીના સંરક્ષણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. આજે પણ કોંગ્રેસ સંવિધાન, લોકશાહી અને દેશની એકતા માટે અડગપણે સંઘર્ષ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!