
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીજી ને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
અરવલ્લી જિલ્લામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મોડાસા ખાતે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. સાથે સાથે મખદુમ ચારરસ્તા સરદાર પટેલ ના સ્ટેચ્યુ ને પુષ્પાંજલિ કરવામા આવી.
કાર્યક્રમમાં સરદાર પટેલ અને ઈન્દિરાજી ના ચિત્રે પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ, અડગ સંકલ્પ અને લોકકલ્યાણ માટેના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવ્યા.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે સરદાર પટેલે રાષ્ટ્રને એકતાના સૂત્રમાં બાંધ્યું અને ઈન્દિરાજીએ રાષ્ટ્રના ગૌરવ અને અખંડિતતાના રક્ષણ માટે અદમ્ય હિંમત સાથે કાર્ય કર્યું. આજે તેમની વિચારધારાને અનુસરીએ તે સાચી શ્રદ્ધાંજલિ છે કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, જિલ્લા અને તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
 
				






