
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર પ્રશસ્તિ પરિકના અધ્યક્ષસ્થાને યોજાઈ
“જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ”ની બેઠક કલેક્ટર પ્રશસ્તિ પરિકની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર એ વાસ્મો દ્વારા કરવામાં આવી રહેલા પાણી પુરવઠા યોજનાના કાર્યોનો પ્રગતિ અહેવાલ મેળવીને સમીક્ષા કરી હતી. ઉપરાંત ગ્રામ્ય સ્તરે પાણી વેરા વસુલાતની પણ વિગતો મેળવી જરૂરી આદેશો કર્યા હતા. વધુમાં ‘નલ જલ મિત્ર’ કાર્યક્રમના અમલીકરણ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલી PACS અને SSG ની તાલીમ અને MOU અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત ગ્રામપંચાયતોને સરકાર દ્વારા સારી કામગીરી બદલ અપાતી પ્રોત્સાહક રકમનો પ્રચાર કરી ગ્રામપંચાયતો સુધી તેની માહિતી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા સહિત જલ સમિતિના સદસ્ય ઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





