
કેશોદ બાયપાસ ખાતે આવેલ આહીર યુવા મંચ સમાજ વાડીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદ શહેરના જાહેર માર્ગો પર રેઝાંગલાં યાત્રા પસાર થતાં વિશ્વ હિન્દુ પરીષદ સહિત સામાજીક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી ત્યાર બાદ સન્માન કાર્યક્રમ બાદ રેઝાંગલા યાત્રા જુનાગઢ જવા રવાના થઇ હતી રેઝાંગલા યાત્રા 27 ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રવેશી હતી જે આગામી 16 સપ્ટે. ના રાજસ્થાનમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલના રોજ બિહારથી શરૂ થયેલી યાત્રા જુદા જુદા રાજ્યોમાંથી પસાર થઈ 18 નવેમ્બરના રોજ દિલ્હી પહોંચશે.18 નવેમ્બરના દિલ્હીમાં મહાસભાનું આયોજન કરાતાં દેશના 22 કરોડ યાદવોને હાજર રહેવા આહવાન ભારતિય સૈન્યમાં આહીર રેજીમેન્ટની માંગ સાથે કલશ યાત્રા નીકળી આહીર સૈનીકોના શહીદી સ્થળની માટી લઈ કલશ પાત્રા નીકળી હતી ભારતિય સૈન્યએ 1962 માં ચીન સાથેના કરેલાં યુદ્ધમાં 114 આહીર સૈનિકો થયાં હતાં શહિદ ગુજરાતમાં આહીર સમાજની મહિલાઓ દ્વારા કલશ યાત્રાનો રૂટ નક્કી કરવા આયોજન કરાયું હતું આ પ્રસંગે યાત્રામાં કિરણ યાદવ, અર્જુન યાદવ, હનુમંત યાદવ, મહેન્દ્રકુમાર યાદવ,રાષ્ટ્રિય કાર્યકારી લીરીબેન માડમ, ગુજરાત પ્રમુખ અમીતાબેન બંધિયા, જુનાગઢ જીલ્લા પ્રમુખ રેખાબેન હડિયા, અસ્મિતાબેન કોર્પોરેટર, લાલજીભાઈ યુવા અધ્યક્ષ સહિતના આહીર સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





