GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે ફોરવ્હીલ ગાડીમાંથી ગૌમાંસનો મોટીમાત્રામાં જથ્થો ઝડપી પાડીને કાયદાકીય કાર્યવાહી કરી.

 

તારીખ ૦૭/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સુચના મુજબ જીલ્લામાં ગૌવંશ નાં ગેરકાયદેસર થતી હેરાફેરી તેમજ કતલ કરવાની પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ નાઓ એ આપેલ સુચના મુજબ કાલોલ પોલીસ સ્ટેશન નાં પો.સ.ઈ એલ.એ.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પોલીસ ને જોઈ એક ઓષ્ટ્રા ફોરવ્હીલ ગાડી નં. જીજે-૦૯-બીએ-૬૬૬૫ નો ચાલક ફોરવ્હીલ ગાડી રોડ ની સાઈડ માં મૂકી ભાગી ગયેલ હોય જે ગાડી ને પોલીસ સ્ટેશન ખાતે લાવી ચેક કરતા તેમાંથી કુલ ૬૦૦ કિ.ગ્રા ગૌમાંસ કી.રૂ.૧,૨૦,૦૦૦/- નું મળી આવેલ તેમજ ગૌવંશ કતલ કરવાના સાધનસામગ્રી તેમજ ઓષ્ટ્રા ફોરવ્હીલ ગાડી મળી કુલ કી.રૂ.૩,૨૦,૬૦૦/- નો મુદામાલ કબજે કરી ઓષ્ટ્રા ફોરવ્હીલ ગાડી ના ચાલક વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પશુ સંરક્ષણ સુધારાની વિવિધ કલમો હેઠળ તથા બી.એન.એસ કલમ-૪૨૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૧૯ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કાલોલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!