KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના કાતોલ નવીનગરી ખાતેથી પોલીસે ૨૬ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ સાથે એક બૂટલેગર ને ઝડપી પાડયો.

તારીખ ૦૭/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ સીબી બરંડા ને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના કાતોલ ગામના નવીનગરી ખાતે રહેતો મહેશભાઇ નટવરભાઇ પરમાર તેના મકાનોમાં રાજેશભાઇ બળવંતભાઇ વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ સીબી બરંડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા મકાનમાં છાપો મારી ગેરકાયદેસર રાખેલા રોયલ માલ્ટ વ્હીસ્કી ૧૮૦ મી.લી. વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરીયા કુલ બોટલ નંગ-૨૬૨ જેની કુલ કિંમત રૂ.૨૬,૨૦૦/-નો મુદામાલ કાલોલ પોલીસે ઝડપી પાડ્યો હતો. કાલોલ પોલીસે મહેશભાઇ નટવરભાઇ પરમાર પોલીસનાં છાપા દરમિયાન ઘરે હાજર મળી આવ્યો હતો જ્યારે રાજેશભાઇ બળવંતભાઇ પરમાર ઘરે હાજર ના મળી આવતા ઉપરોક્ત બન્ને આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!