
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બોરીગાવઠા ફાટક પાસે અર્ટિકા કાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે તમામનું આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મરાઠી પરિવાર અમદાવાદથી નવી નકોર અર્ટિગા કાર લઈ પુણે જઈ રહ્યા હતા.તે દરમ્યાન વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બોરીગાવઠા ફાટક પાસે ચાલકને ઝોકું આવી જતા કાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં અર્ટિગા કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો.જ્યારે અર્ટીગા કારને જંગી નુકશાન થયુ હતુ..





