GUJARATJUNAGADHKESHOD

શેરગઢ – અજાબ ગામના સીમાડે આવેલ પુજ્ય કેશવ કલીમલ હારી બાપુના આશ્રમથી અજાબ ગામને જોડતા માર્ગના ખાતમુહૂર્ત આવ્યું

શેરગઢ - અજાબ ગામના સીમાડે આવેલ પુજ્ય કેશવ કલીમલ હારી બાપુના આશ્રમથી અજાબ ગામને જોડતા માર્ગના ખાતમુહૂર્ત આવ્યું

આજે શેરગઢ અને અજાબગામના સિમાડે આવેલ પુજય કેશવ કલીમલ હારી બાપુના આશ્રમે થી અજાબને જોડતા રોડને નોન પ્લાન યોજના હેઠળ ડામર અને સીસીથી પાકો બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ. નોન-પ્લાન યોજના હેઠળ આ માર્ગને ડામર અને સીસી દ્વારા પાકો બનાવવાની કામગીરીનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. કુલ અંદાજે ૨ કિલોમીટર લાંબા આ માર્ગનું નિર્માણ રૂપિયા ૧ કરોડ ૩૨ લાખના ખર્ચે કરવામાં આવશે. આ માર્ગ તૈયાર થતાં આશ્રમમાં દર્શનાર્થે આવનારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને સહેલાઈ થશે. આ પ્રસંગે આશ્રમના ટ્રસ્ટીઓ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, ગ્રામજનો, સરકારી અધિકારીઓ, સરપંચ મગનભાઈ અધેરા તથા પંચાયત ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!