AHAVADANGGUJARAT

આહવા પોલીસ હેડક્વાર્ટરસની નજીક આંગણવાડીની પાછળ દીપડો કૂવામાં પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા પોલીસ હેડક્વાર્ટરસ નજીક આવેલ આંગણવાડીની પાછળના ભાગમાં આવેલા એક કૂવામાં દીપડો પડ્યો હતો.ત્યારે આ ઘટનાની જાણ  ડાંગ ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓ વિનયભાઈ પવારને થતા તેઓ તથા વનકર્મીઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.અને કુવામાંથી દીપડાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ  હતુ.આહવા નગરમાં દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ નગરજનોને થતા આ દીપડાને જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.અહી મોડી સાંજ સુધી આહવા પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓ વિનયભાઈ પવારની ટીમે કુવામાંથી દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેનો પ્રયત્ન હાથ ધર્યો હતો.પરંતુ આ દીપડો કુવામાંથી બહાર નીકળવાની જગ્યાએ  ધમપછાડા કર્યા વગર કુવાનાં ઊંડાણનાં ભાગે આવેલ પથ્થરની સપાટ પાળી પર આરામથી બેસી ગયો હતો.હાલમાં આ લખાઈ છે ત્યાં સુધીમાં વનવિભાગની ટીમ દ્વારા ખડેપગે હાજર રહી કુવામાંથી દીપડાને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ કરાય રહ્યુ છે.પરંતુ હજુ સુધી દીપડો બહાર કાઢી શક્યા નથી.વધુમાં ઉત્તર વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવાની અને આ વિસ્તારમાં એકલા ન ફરવાની સલાહ આપવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!