GUJARAT
એકજ ચાલે આદિવાસી ચાલે જેવા ડી જે નાં ગીતો સાથે સાધલી નું વાતાવરણ ગુંજી ઉઠ્યું…
શિનોર તાલુકા આદિવાસી સમાજ ના યુવાનો દ્વારા આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું..આદિવાસી સમાજ ની રેલી સાધલી ખાતે આવી પોહચી હતી જેમાં તીર કમાન સાથે તેમજ પરંપરાગત આદિવાસી પોશાક સાથે યુવાનો દેખાયા હતા. જેમાં આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આદિવાસી લોક નૃત્યોની રમઝટ જામી હતી. ડીજે નાં તાલે એકજ ચાલે આદિવાસી ચાલે નાં ગીતો સાથે યુવાનો જુમી ઉઠતા હતા. આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં બિરસા મુંડાને યાદ કરીને રાષ્ટ્રને આઝાદ કરાવવા અપાયેલ ભવ્ય બલિદાનોને પણ યાદ કરવામાં આવે છે. આ પ્રસંગે રેલિમાં આદિવાસી સમાજ ના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફૈઝ ખત્રી...શિનોર




