સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલની બોગસ વેબસાઈટ બનાવી લાખોની છેતરપિંડી કરનાર એક મહિલા પોલીસના સકંજામાં..
MADAN VAISHNAVOctober 17, 2024Last Updated: October 17, 2024
2 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલનાં નામથી ગૂગલ પર ફેક વેબસાઈટ બનાવીને પ્રવાસીઓને રૂમ બુકિંગ કરવાના બહાને ઓનલાઈન યુપીઆઈ આઇડી વડે પૈસા ટ્રાન્સફર કરાવીને પ્રવાસીઓને ઠગવામાં આવી રહ્યા હતા અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી હતી.આ ફેક (બોગસ) વેબસાઈટનાં માધ્યમથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.ત્યારે આ સમગ્ર મામલામાં સાપુતારા પોલીસની ટીમને એક કડી સાંપડી છે.જેમાં ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા પી.એસ.આઈ ડી.પી.ચુડાસમાની ટીમે ઝીણવટભરી રીતે તપાસ કરતા તેઓને એક આધારભૂત કડી સાંપડી છે.સાપુતારા પોલીસની ટીમે કર્ણાટકનાં બેલગાવથી એક મહિલાની અટકાયત કરી હતી અને મહિલાને જેલભેગી કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલના નામ પર ગૂગલ પર બોગસ વેબસાઈટ બનાવવામાં આવેલ હતી. આ વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ, ઇન્કવાયરી અને ઓનલાઇન પેમેન્ટ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હતી.જોકે આ બોગસ વેબસાઈટનાં માધ્યમથી ઓનલાઈન રૂમ બુકિંગ કરાવી પાંચ જેટલા પ્રવાસીઓ પાસેથી ઓનલાઈન યુપીઆઈ મારફતે કુલ 1,34,801/- રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવેલ હતી.ત્યારે સમગ્ર હકીકતની જાણ થતા લેક વ્યૂ હોટલનાં જનરલ મેનેજર સંજયસિંગ નંદકિશોરસિંગ દ્વારા સાપુતારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.જે બાદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.ત્યારે સાપુતારા પોલીસે કર્ણાટકના બેલગાંવ ખાતેથી આ ગુનામાં સંડોવાયેલ લક્ષ્મી બાલક્રિષ્ના અગેડલ (ઉ. વ.35) નામક મહિલાની કર્ણાટકનાં બેલગાવ ખાતેથી અટકાયત કરી હતી.જે બાદ આ મહિલાને સાપુતારા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.ત્યારે કોર્ટ દ્વારા આ મહિલાને બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.અને હાલમાં આ મહિલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.જોકે આ મહિલાની અટકાયત થતા સાપુતારા પોલીસની ટીમ દ્વારા તેણીના સાગરીતોની શોધખોળ પણ હાથ ધરવામાં આવેલ છે.
«
Prev
1
/
77
Next
»
ઉમરેઠના લીંગડા આણંદ મુખ્ય માર્ગ પર કાર ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો
નર્મદા જિલ્લાના ગોરા ગામે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોનું મૃત્યુ,MLA ચૈતર વસાવાએ અગત્યની માંગ કરી.
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
«
Prev
1
/
77
Next
»
MADAN VAISHNAVOctober 17, 2024Last Updated: October 17, 2024