રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આજે તા.૨૮/૭/૨૦૨૫ના રોજ સવારે ૬ વાગ્યે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૨૪ મી.મી. વરસાદ પડ્યો હતો. આ ચોવીસ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૧૮ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૦૫૪ મી.મી.), ધરમપુર તાલુકામાં ૩૭મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૫૫૧ મી.મી.), પારડી તાલુકામાં ૨૧ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૩૦૨ મી.મી.), કપરાડા તાલુકામાં ૪૦ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૨૦૨૭ મી.મી.), ઉમરગામ તાલુકામાં ૦૮ મી.મી (મોસમનો કુલ વરસાદ ૧૨૩૩ મી.મી.) અને વાપી તાલુકામાં ૨૦ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૫૪૬ મી.મી.) મળી જિલ્લામાં સરેરાશ ૨૪ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૪૫૨.૧૭મી.મી.) વરસાદ નોંધાઈ ચુક્યો છે.
જ્યારે આજે તા. ૨૮ જુલાઈ ૨૦૨૫ના રોજ સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ નજીવો ૭.૮૩ મી.મી. વલસાડ નોંધાયો હતો. જેમાં વલસાડમાં ૮ મી.મી, ધરમપુરમાં ૧૦ મી.મી., પારડીમાં ૧ મી.મી., કપરાડામાં ૧૬ મી.મી., ઉમરગામમાં ૫ મી.મી અને વાપી તાલુકામાં ૭ મી.મી વરસાદ નોંધાયો છે. જેની સામે સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ ૧૪૬૦ મી.મી. નોંધાયો છે. જેમાં તાલુકા વાર જોઈએ તો, વલસાડમાં ૧૦૬૨ મી.મી, ધરમપુરમાં ૧૫૬૧ મી.મી, પારડીમાં ૧૩૦૩ મી.મી, કપરાડામાં ૨૦૪૩ મી.મી, ઉમરગામમાં ૧૨૩૮ મી.મી અને વાપીમાં ૧૫૫૩ મી.મી. વરસાદ સિઝનનો નોંધાયો છે.