
તા.૨૭.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ પોલીસ અધિક્ષકશની કચેરી નેત્રમ શાખાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૪ના તૃતીય અને ચતુર્થ ત્રિમાસિક Reward and Recognition પ્રોગ્રામ હેઠળ દાહોદ પોલીસ અધિક્ષકની કચેરી નેત્રમ શાખાએ વર્ષ ૨૦૨૪ના જુલાઇ થી સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર થી ડીસેમ્બર આમ ત્રિમાસીક સમયગાળા દરમ્યાન ગુજરાત રાજ્યમાં માર્ગ સુરક્ષા અને સલામતિની સારામાં સારી કામગીરી તેમજ નેત્રમ શાખા દ્વારા ગુમ/ખોવાયેલ વસ્તુઓ,ગુમ થયેલ lબાળકો,ચોરી,ઘરફોડ ચોરી વગેરે કામગીરીમાં દાહોદ નેત્રમ શાખા સમગ્ર ગુજરાત રાજ્યમાં માહે જુલાઇ થી ડીસેમ્બર સુધીની કામગીરીમાં પ્રથમ નંબરે આવેલ જે અનુસંધાને નેત્રમ ઇન્ચાર્જ તેમજ સ્ટાફને.ડી.જી.પી. ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના હસ્તે નેત્રમ ઇન્ચાર્જ પો.સ.ઇ આર.એમ.વસૈયા નાઓને તથા પો.કો કિરણભાઇ ભુરીયા નાઓને દાહોદ નેત્રમ શાખાની સારામાં સારી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.





