તા. ૨૩. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના સભ્યોને એવોર્ડ આપવામાં આવ્યું
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્.૩૨૩૨ એફ વન વર્ષ ૨૦૨૩ -૨૪ ડિસ્ટ્રીકટ એવોર્ડ સેરેમની “સ્વર્ણ સિદ્ધિ” તારીખ ૧૭.૦૭. ૨૦૨૪ ના રોજ વેવ્સ ક્લબ ભાઈલી- વાસના રોડ વડોદરા ખાતે ઈમિજિયેટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિજય સિંહ ઉમટ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જેમાં રાઈસ ટુ ગેધર સૂત્રને સાર્થક કરતા વર્ષ દરમિયાન કરેલી સેવાકીય ,આરોગ્ય લક્ષી, ફૂડ ફોર હંગર, વૃક્ષારોપણ, દિવ્યાંગોને સાધન સહાય, આંખોની તપાસ, મેગા મેડિકલ કેમ્પ, બાળકોમાં સ્વેટર વિતરણ ,જેવી વિવિધ કરેલી પ્રવૃત્તિઓને બિરદાવા માટે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા, ડિસ્ટ્રીકટ ચેરમેન લાયન કમલેશ લીમ્બાચીયા તેમજ પ્રમુખ લાયન તુલસી શાહને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન પંકજ મહેતા ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. જેમાં કોર્ડીનેટર પીએમસીસી લા પરિમલ પટેલ અને પીએમવીસીસી લા શશીકાંત પરીખ અને દાહોદ ,હાલોલ ,નડિયાદ, ખંભાત ,આણંદ અને વડોદરા થી ખૂબ મોટી સંખ્યામાં લાયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા