ARAVALLIBHILODAGUJARAT

અરવલ્લીમાં મનોહર દ્રશ્યો : ભીલોડાના ભવનાથ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં મનોહર દ્રશ્યો : ભીલોડાના ભવનાથ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું

અરવલ્લી જિલ્લામાં આવેલા ભીલોડાના જૂના ભવનાથ મહાદેવ મંદિરના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. હરણાવ જળાશયમાં પાણીના સ્તર વધતા મંદિર ચોતરફ પાણીથી ઘેરાઈ જતાં તે હવે ટાપુમાં રૂપાંતરિત થયું છે.

સ્વયંભૂ મહાદેવનું આ પ્રાચીન મંદિર ભક્તોમાં અઢળક શ્રદ્ધા અને આસ્થા જગાવતું સ્થાન છે. હાલ મંદિરને ચારે તરફથી ઘેરતા પાણીના મનોહર દ્રશ્યો જાણે કુદરતી સૌંદર્ય સાથે જળાભિષેક થતો હોય તેમ લાગી રહ્યા છે.ડ્રોન દ્વારા કેદ કરાયેલા આકાશી દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતાં અનેક ભક્તો અને દર્શકો આ નજારો જોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. ભવનાથ મહાદેવની નગરીમાં હાલ શ્રદ્ધા સાથે કુદરતી સૌંદર્યનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!