GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લાના ૧૬૩ જેટલાં ગામોમાં આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

**********

*અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો*

***********

*આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન-સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા આદિ કર્મયોગી અભિયાન અમલી*

**********

*તા.૨ જી સપ્ટેમ્બરથી તા.૪ થી સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા લેવલ તાલીમ શિબિરનું આયોજન*

**********

આદિ કર્મયોગી અભિયાનએ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન અભિયાન છે. આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે. જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે જેમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM -JANMAN) અને ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન(DA -JGUA) ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે.

દેશભરના આદિવાસીઓ સાથે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ૭ તાલુકાઓના ૧૬૩ ગામડાંઓમાં વસતા આદિજાતિના લોકોમાં ક્ષમતા નિર્માણ કરી તેમને શિક્ષણ- આરોગ્ય- પોષણ- આજીવિકા- પાણીના પ્રશ્નો વિશે જાગૃત કરી તેમનામાં નેતૃત્ત્વ કૌશલ્ય વિકસાવવા માટે આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આદિજાતિ વિકાસ સાથે જોડાયેલા ગુજરાત સરકારના તમામ વિભાગના જિલ્લા અધિકારીઓ માટે કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને તા.૩૦ ઑગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો આદિ કર્મયોગી-રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ-વર્કશોપ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં આદિજાતિના લોકોને શાસન વ્યવસ્થા પ્રત્યે કઈ રીતે જોડી રિસ્પોન્સિવ બનાવવા તે અંગે સમજણ આપવામાં આવી હતી.

આ વર્કશોપમાં જિલ્લાના અધિક કલેકટર શ્રી જે.જે.પટેલ અને પ્રાયોજના વહીવટદાર શ્રી ડી. આર. પટેલ એ આદિજાતિ કર્મયોગીનું મિશન, વિઝન, હેતુઓ, રાષ્ટ્રીય મિશન સાથે સંકલન, વિલેજ ડેવલપમેન્ટ પ્લાન, લીડરશિપ ટ્રેનિંગ વગેરે અંગે વિસ્તારથી પ્રેઝન્ટેશન કર્યું હતું.

વધુમાં તાજેતરમાં પુણેમાં યોજાયેલ એક તાલીમ પ્રોગામ-રિજનલ પ્રોસેસ લેબમાં રાજ્યના ૮ જેટલા અધિકારીઓએ ભાગ લીધો હતો તેમજ એક તાલીમ પ્રોગામ સ્ટેટ પ્રોસેસ લેબ તરીકે તા.૨૪ ઓગસ્ટ થી તા.૨૮ ઑગસ્ટ દરમિયાન અમદાવાદમાં યોજાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ૭ જિલ્લા માસ્ટર ટ્રેનર એ ભાગ લીધો હતો, હવે તે મુજબ જિલ્લાના તમામ ૦૭ તાલુકાના વિવિધ વિભાગોના નિયુક્ત થયેલ માસ્ટર ટ્રેનર તાલીમ મેળવે તે અર્થે તા.૨ સપ્ટેમ્બર થી તા.૪ સપ્ટેમ્બર દરમિયાન પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Back to top button
error: Content is protected !!