DAHODGUJARAT

દાહોદ તાલુકાના જેકોટ રેલ્વે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધ ઈસમનુ મૃતદેહ મળી આવતા રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી 

તા. ૭. ૧૨. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના જેકોટ રેલ્વે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધ ઈસમનુ મૃતદેહ મળી આવતા રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી

આજરોજ તા.૦૬.૧૨.૨૦૨૪ ના શુક્રવારે ૦૫.૩૦ કલાકે રાજકીય રેલ્વે પોલીસને ટેલિફોન જાણ કરવામાં આવી જેમાં જણાવવામાં આવ્યું કે દાહોદ તાલૂકાના જેકોટ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ.૧ પર એક અજાણયા વૃદ્ધ ઈસમની લાસ પડી છે.જેની આશરે ઉમર.૫૫ વર્ષીય છે.જેની જાણ થતાજ રાજકીય રેલ્વે પોલીસનો કાફલો તાત્કાલિક જેકોટ રેલ્વે સ્ટેશન પહોંચી ગામમાં આસપાસના લોકોથી પુછ પરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ ન મળતા રેલ્વે પોલીસે પંચનામો કરી લાશને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વૃદ્ધ ઈસમના પરિવારને શોધ ખોડ હાથ ધરી છે.અને જાણાવવામાં આવ્યું છે કે આ ઈસમના ખીસાની તલાસી લેતા તે વૃદ્ધ ઈસમના ખીસા માંથી છાયાપુરી થી લીમખેડાની ટિકિટ મળી આવી હતી.અને સાથે સાથે તેમણે શર્ટ.સેફટી પેન્ટ.કાળા કલરની પહેરેલ હોય જો કોઈ પણ આ વૃદ્ધ ઈસમને ઓળખતા હોય તો દાહોદ રાજકીય રેલ્વે પોલીસનો ૬૩૫૯૬૨૫૬૪૦ નંબર પર સંપર્ક કરવા દાહોદ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ છે

Back to top button
error: Content is protected !!