
તા.૧૮.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ખેલ મહાકુંભ ૩.૦ માં દાહોદ ના ખેલાડીઓ સાથે ઘોર અન્યાય થયો એને લઇ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ખેલ મહાકુંભ ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરવા માટે આયોજિત કરવામાં આવે છે, પણ જ્યારે આયોજકો દ્વારાજ ગેર જવાબદારી પૂર્વક કામગીરી કરી ખેલાડીઓ સાથે અન્યાય કરવામાં આવે ત્યારે ખેલાડીઓ શું કરી શકે? ઘટના ની વિગતે તપાસ કરતાં જાણવા મળેલ કે ખેલ મહાકુંભ માં ફૂટબોલ ની મેચ વિવિધ ટિમો વચ્ચે રમાયેલ તા.૨૯.૦૧.૨૦૨૫ ના રોજ રમાયેલ મેચ માં બે ટીમો વચ્ચે જિલ્લા ના બાહર ના ખેલાડીઓ ને રમાડવા અંગે વાંધો ઉઠાવવા માં આવેલ. જે અંગે લેખીત માં રજૂઆત કરવામાં આવેલ પરંતુ તંત્ર ના હોદ્દેદારો અને જિલ્લા રમત ગમત અધિકારી તથા જિલ્લા રમત વિકાસ અધિકારી લેખીત પત્ર નો કોઈ યોગ્ય જવાબ આપેલ નથી. તેમજ રમત કરાવનાર કન્વીનરે (વિનોદ માંડોડ) પણ સ્થળ પર ખૂબજ બેદરકારી દાખવેલ સરકારી દસ્તાવેજો સાથે ચેડા કન્વીનર દ્વારા કરવામાં આવેલ.જે ખરેખર કન્વીનર નથી.ખેલ મહાકુંભ ની માર્ગદર્શિકા મુજબ ફુટબોલ ના જિલ્લા કક્ષા ના કન્વીનર એમ.એસ પંચાલ છે જે દાહોદ ની એમ. વાય સ્કૂલ ના પ્રિન્સીપાલ છે તેઓને આ બાબતે કંઇ જ ખબર નથી તેવું જણાવેલ છે. જે ખૂબજ ગેરજવાબદારી દેખાડે છે. દાહોદ નું રમત ગમત ખાતું કોઈ એક વ્યક્તિ વિષેશ ના ઈશારે ચાલતું હોય તેવું જણાઈ આવે છે.આટલું બધું થઈ ગયા છતાંય અધિકારીઓ તા.૧૩.૦૫.૨૦૨૫ ના રોજ રોયલ એફ સી ના કેપ્ટન ને પત્ર દ્વારા જણાવેલ કે તા.૧૫.૦૨.૨૫ ના રોજ મેચ રમાશે.ઉક્ત તારીખે મેચ કેન્સલ કરી તા. ૧૭.૦૨.૨૦૨૫ ના રોજ મેચ રમાડી દેવામાં આવેલ છે. પણ નોંધનીય છે રોયલ એફ.સી. ફુટબોલ ક્લબ ને કોઈ પણ પ્રકાર ની લેખિત પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ નથી. અને અન્ય ત્રણ ટિમો ની વચે મેચ રમાયેલ. જે ટીમ સાથે ખૂબજ અન્યાય થયો છે તેવું જણાય છે.આ અંગે અધિકારી ઓ ને પૂછતા અધિકારી એ યોગ્ય જવાબ આપેલ નથી. ખેલાડીઓ ને ન્યાય મળે તેવી અપેક્ષા ખેલાડીઓ તંત્ર પાસે રાખી છે





