જગાણા ખાતે ૧૩૪ મી ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ઉજવાઇ
14 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જગાણા ખાતે ૧૩૪ મી ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ઉજવાઇ પાલનપુર તાલુકાના જગાણા ખાતે સરપંચશ્રી ના અધ્યક્ષ સ્થાને વિશ્વરત્ન,બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જગાણા હોલ ખાતે 134 મી જન્મ જયંતીની ભવ્ય ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તેમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને સાફ-સફાઈ તેમજ દીપ પ્રાગટય ફૂલહાર અને સુતરની આંટી પહેરાવી અને નારાઓ સાથે જન્મજયંતિ ઉજવાઇ હતી તેમાં જગાણા ગામના સરપંચશ્રી પ્રહલાદભાઇ પરમાર, રતીભાઇ લોહ, ગણેશભાઇ ચૌધરી, ગૌતમભાઇ ચૌહાણ, ભેમજભાઇ ચૌધરી,પ્રવિણભાઇ ચૌહાણ, ચંપકલાલ ચૌહાણ,દિલીપભાઈ કરેણ, રાજેશભાઈ જેગોડા, અંકિત ચૌધરી,વિરલ ચૌધરી સહિતના મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।