GUJARAT

ભાજપની કારોબારી-વમળો,દબાયેલા આક્રોશ વચ્ચે હજુ કાર્યબોજ લદાશે

BJP કમીટી:: છુપા આક્રોશ દબાવી સૌ માથે ઘણું થોપાશે

શિસ્ત અને અનુશાસન ક્યાં??નહીતર મોવડીઓના પસંદ ઉમેદવારોની સાથે ભલે નહી તો સામા તો ન જ થયા હોત ને??

સતાધારી પક્ષના સંગઠન અને સરકારનુ સંકલન જરૂરી છે જો કાર્યકર્તાઓના કામ થશે તો એ પ્રજા પાસે જઇ શકશે પરંતુ ચુંટાયેલા અડધો અડધ ને મીનીસ્ટ્રી ગાંઠે જ નહી તો પછી……

જો એમ કહી દેવાશે કે “એ તો તમારે વ્યક્તિગત વાંધો છે પક્ષ માટે -તેમને-ક્યાં વાંધો છે??” તો પ્રદેશ કારોબારીમા લેખીત રજુઆત કરી નકલો ઉચ્ચ કક્ષાએ મોકલવા થનગનતા સીનિયર કાર્યકર્તાઓ

પંચાયત-સુધરાઇ-મનપામાંથી ઉંચા આવશે ત્યા વિધાનસભા ચુંટણી આવશે

તાજેતરની લોકસભા ચુંટણીમાં મોટાભાગના સાંસદ પોતાની લોકપ્રિયતાથી જીત્યા છે તેમને બિરદાવી પક્ષમાં આંતરીક વિરોધી કોણ કોણ ?? તેની માહિતી લઇ એશ્યોરન્સ નહી એક્શન લેવાય તો જ દાખલા બેસે ને …..તેને બદલે “યોગ્ય સમયે પગલા લેશુ” તેમકહો તેનો અર્થ શું ?? કાં અત્યારે હજી શેની રાહ જુઓ છો??રાજ્યોમાં ય ગઠબંધન કરવા પડે તેની રાહ જુઓ છો?? હવે ૧૬૧માંથી મુળ તમારા પક્ષના કેટલા અને ભેરૂ કર્યુ હવે ભાર પણ લાગે છે ને?? એ વિચારશો તો અમુક સંનિષ્ઠ કાર્યકર્તાઓના રોષનુ કારણ પણ સમજાશે

 

જામનગર (ભરત ભોગાયતા)

 

આ આપણો ભાજપ પરીવાર છે સૌ કોઇએ એકબીજાના પૂરક થવાનુ છે હા કોઇ મતભેદો હોય તે વ્યક્તિગત પુરતા જ સિમિત રહે તે અતિ આવશ્યક છે પાર્ટી ઐતિહાસીક બેઠક મેળવી ગુજરાતમાં સતા સ્થાને રહી મોડેલ સ્ટેટ બનાવ્યુ છે સરકાર અને સંગઠન બંને ગુજરાતની ગરીમાના રથ છે જે સુચારૂ દોડે તે આવશ્યક પણ છે

આંતરીક વાંધા વ્યક્તિગત વિરોધ એ પક્ષના જાહેર કાર્યોમાં દેખાવો જોઇએ નહી નહીતો તે અશિસ્ત ગણાશે આપણે અનુસાશનને વરેલા છીએ માટે ચુંટણીઓમા તાજેતરમા જેનુ પ્રમાણ વધ્યુ છે જે વિરોધપક્ષનુ અંદર રહીને જ કામ કરે છે અને તે પણ છડે ચોક કરે છે તો આવુ શું કામ??વિરોધ કરનાર સક્ષમ હશે તો જ વિરોધ કરતા હોય છે તો તેઓને સક્ષમ બનાવ્યા કોણે?? પાર્ટીએ જ ને ?? શીર્ષસ્થ નેતૃત્વના આદેશને માથે ચડાવી ગત ચુંટણીમાં પક્ષને જંગી બહુમતી મળે તે દિશામા સૌ એ કામ કરવાનુ હતુ પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુજરાતના વિસ્તારો ખાસ કરીને ઉતર ગુજરાત વગેરેમાં ભાજપના ઉમેદવારની સામે અમુકએ રીતસર મોરચો માંડ્યો હતો એ શોભે છે?? જો આગેવાનો આમ કરશે તો કાર્યકર્તાઓ ઉપર શું અસર પડે કે દેખાડો બીજુ કઇક કરો બીજુ કઇક બોલો બીજુ કઇક એ આપણી પાર્ટીમા સ્વીકાર્ય હોય જ નહી ને?? અને તમને પાર્ટીએ ઘણુ માન સન્માન હોદા અમુક વખતે બીજાના ભોગે આપ્યા છે અને બીજાઓને પણ તક આપવાની હોય ને એક જ વ્યક્તિને પદ કઇ પટ્ટે લખી આપ્યા નથી આવા ઘણા મુદા છે પરંતુ હાજર છે તે જાણી લે અને ગેરહાજર અપેક્ષીત અને ચૂંટણીમાં પક્ષ ને નુકસાન કરવાના કારસા કરનારા સૌ ને સંદેશો પહોંચાડી દે કે હવે આ કઇ સાંખી નહી લેવાય હજુ તક છે પંચાયત ચુંટણીઓમાં ખભે ખભા મીલાવી કામ કરવાનુ અત્યારથી આયોજન કરો સ્થાનીક સ્વરાજ્યની કોઇ પેટા ચુંટણી હોય કે સમગ્ર નગરપાલીકાઓની ચુંટણી હોય તે દરેકમાં ભાજપ માટે બહોળી તકો છે માત્ર સૌ એ એકસૂર થઇ પ્રજા સમક્ષ જવાની જરૂર છે નહી કે બીજાના ખભે બંદુકો ફોડ્યે રાખવાની ……અને આવી એક પણ પ્રવૃતિ ચલાવી લેવાશે નહી તે સમજી લેજો જો કે પક્ષના અમુક સીનીયર આગેવાનોના મંતવ્યો જુદા જુદા વિસ્તારોના રીવ્યુ તેમજ કાર્યકર્તાઓની લેખીત મૌખીક રજુઆતો ના સત્યાર્થતા તપાસી આ બધુ જ ધ્યાને લઇ પક્ષે જેમની સામે કાર્યવાહી કરવાની થાય છે તે કાચી યાદી તો તૈયાર કરી ઉપર પણ મોકલી છે પરંતુ છેલ્લી તક આપવાનુ પણ સમાંતર રીતે વિચારવામા આવ્યુ છે માટે સૌ વ્યક્તિગત વાંધા ગમા અણગમા હોય તો સુલટાવો મંચ ઉપર સાથે દેખાવ ચહેરો હસતો રાખો લોકોમા પક્ષની ઇમેજને વધુ ઉજ્જવળ બનાવવા હાલની તક એ ટેસ્ટ છે જે પાસ કરી ગયા તે શાનમાં સમજી ગયા ગણાશે બાકીના પુરતુ પાર્ટી સમજી લેશે પાર્ટી કોઇ અશિસ્ત ચલાવી લેવા માંગતી જ નથી તેમાંય હાઇકમાન્ડ નો ઓર્ડર અવગણે તેમને તો જરા પણ ચલાવી ન જ લે ને??પરંતુ તક આપવાની વાત પરીવાર ગણી ને કરી છે માટે સૌ એકજુથ રહી આપસી ચળવળ બંધ કરી પક્ષ પ્રથમ ગણી કામ કરશો તો તબક્કાવાર ચુંટણીઓ આવશે તેમા આપણે ખૂબ સારા પરીણામો લાવી શકીશુ ઉપરા ઉપર ચુંટણી આવશે જે આપણી પરીક્ષા છે માટે વિસ્તારના અભ્યાસ કરી મેજોરીટી પ્રશ્ર્નો હોય લોકોની સુવિધાના તે સરકારના ધ્યાનમા તમારા પ્રતિનિધી દ્વારા મુકાવો ફોલોઅપ લો અને જ્યાં જ્યાં ચુંટણીઓ હોય ત્યા ત્યા પહેલેથી જ સુચારૂ સમુનમુ કરો કોઇની ભુલથી કઇ બગડ્યુ હોય તો તેના નિરાકરણ માટે કોઠાસુઝ ધરાવતા
આગેવાનોની મદદ લો અને પક્ષની વિજયની રફતાર બ્રેક વગર આગળ વધતી રહે તેવો માહોલ લોકોની વચ્ચે રહીને બનાવો તે જરૂરી છે વોર્ડ ગામ તાલુકા સુધરાઇ વગેરેમાં કમર કસવા સરકાર અને સંગઠનના સંકલનનો જે કન્સેપ્ટ છે તે અપનાવી લોકોની જરૂરીયાતો જાણો ને તેના ઉકેલ માટે જે જે સ્તરે કહેવુ પડે તે તે સ્તરના ચુંટાયેલા પ્રતિનિધીઓને જાણમા મુકો તેઓ જરૂર પડ્યે સંગઠન અને સરકારમા તે વાત કે મુદાઓ કે સમુનમુ કરવા સરકાર કક્ષાએથી શું કરવુ જરૂરી છે તે જાણી સરકારમા રજુઆત કરશે અને સંગઠન સ્તરેથી શું કરવુ ઘટે તે પક્ષના હોદેદારોને ધ્યાનમાં મુકશે જે આપણી સુચારૂ ચેનલ વ્યવસ્થા છે તેમજ આવી પ્રેક્ટીસ ચુંટણી પુરતી નહી કાયમ રાખો તેમજ વડાપ્રધાન મોદીજીના સંબોધનો સાંભળતા રહો તો સેવાનો ભાવ આવશે તેમજ લોકકલ્યાણ માટે ઉત્સાહ વધશે એકંદર દરેક વિસ્તારોમાં સૌ એક સાથે પ્રજાલક્ષી કામો પરીણામ લક્ષી બનાવવામાં લાગી જશે તો આપો આપ પ્રજાનુ તે લગત કાર્યકર્તા પ્રત્યે સન્માન વધતુ જશે અને પક્ષના નાનામાં નાના વ્યક્તિને પણ કોઇ ખટરાગ કે ખટાશ કે કાપાકાપી ટાંટીયા ખેંચ જાણમા આવે તો તે પણ મુક્ત મનથી સંગઠનનુ ધ્યાન દોરી શકશે આવા ખટરાગના મુળમા “હુ નહી તો તું ય નહી” જ હોય છે છતાય બીજા કારણો જણાવવામા આવશે તો તે ડીઝોલ્વ કરાશે વરાસદી માહોલ છે પરંતુ ગત ચુંટણીમા ઘટેલી લીડ ઘણા ઉમેદવાર સામા પ્રવાહે જીત્યા અમુકને રીતસર હરાવવા જ ………..”હમે તો અપનોને મારા ગૈરોમે કહાં દબ થા”….ની જેમ પક્ષના જ પાવરધા લોકોએ બેકફૂટ ઉપર મેલી રમત કરી હતી અને જાણે હાર નો જંગ પોતે જીતવા નીકળ્યા હતા અરે ભાઇ આક્ષેપો કરો સોશ્યલમીડીયાનો ઉપયોગ કરો તો ય જે ઇમેજ આપણા ઉમેદવારોની છે પક્ષના લોક કલ્યાણના કામો યોજનાઓ છે અનેક સહાય અને સુરક્ષા વ્યવસ્થા છે મોદીજીનુ નેતૃત્વ છે માટે મોવડી મંડળે સીલેક્ટ કર્યા તે દરેક જીતી ગયા છે એક ને બાદ કરતા ……હા લીડ માટે સૌ ની જહેમત હતી પરંતુ …….”અપનેવાલા જ …..જામી પડ્યા તા કે લીડ શું સચોડા હરાવિ જ દઇ મેદાન મુકાવી દઇ……” પણ મારા વાલીડાવ આપણો પક્ષ સર્વે કરીને જ ટીકીટ આપે છે અને તે ઉમેદવાર ને જરૂરી દરેક પાસા પક્ષ લેવલથી ઉજાગર થાતા જ હોય શું કઠીન છે શું રોડા છે બધી ગણતરીઓ કરી જ હોય અને બધા જ ધ્યાનમાં જ હોય છે માટે સૌ બવાજપ પરીવાર છો વાસણ અંદર ખખડાવજો પણ લોકોમા ઇમેજ જાળવજો આંખે ચડી જતા નહી નહીતર પાર્ટીના આગામી નિર્ણયોમા તે અંગેના પગલા લીધાનુ સ્પષ્ટ દેખાશે હંમેશા પ્રજા લક્ષી જ રહેવાથી ખોટી ક્રિયાઓનો સમય કે શક્તિ નહી બચે વળી બીજા દિવસે નવીબઉર્જા સાથે અન્ય વિસ્તારો ખેડી ત્યાના પ્રશ્ર્નો નિકાલ કરાવો ને પ્રજાને અહેસાસ કરાવો કે આપણે હંમેશા તેમની પડખે છીએ માઠા બનાવ ગંભીર બિમારી કોઇ સંકટ કોઇ દુર્ઘટના કોઇ આપતી વખતે લગત લોકોના ખબર અંતર પુછો તેમના માટે આપણે ઘણુ કરી શકીએ તેમાંથી અમુક તુરંત શરૂ કરી વિશ્ર્વાસ મેળવો કેમકે ભાજપના કાર્યકર્તામા એ તાકાત છે કે લકોની વચ્ચે રહી લોકોના સુખ દુખ જાણે છે આગેવાનોએ આ કાર્યકર્તાઓના રીપોર્ટ મુજબ આગળની કાર્યવાહીઓ કરવાની રહે છે આ તકે સૌ ને ઘણુ કહેવાનુ છે ક્લાસ લેવાનો છે કડક માસ્ટરની જેમ પણ ગાગરમા સાગર સમાવાય તો ય બધુ જ વિસ્તૃત સમજાવ્યા તુલ્ય સમજજો…………..આવી કઇક પ્રદેશ ભાજપ કારોબારીમાં જુદી જુદી સ્પીચ હોઇ શકે છે

@______નેતાઓ સામે પડકાર______

પ્રજા પુછે છે કે ગાંધીનગર અને દિલ્હીથી બોલાય છે તે બધુ જ પ્રશાસનને કહો અમલ કરે ને સામાન્ય પરીવારને નિયમીત અનાજ પુરતુ મળે દવાખાનામાં ડોક્ટર મળે નિશાળુમા પુરતા શિક્ષક મળે વરસાદીપાણી ભેગી ગટર ભળે છે તેમાંથી છુટકારો મળે ગુના નોંધાય માત્ર અરજીઓ લઇ ખદેડી ન મુકાય મજબૂત પુલીયા મળે સલામતી મળે(કોઇ કોઇને ગમે ત્યારે માર મારી જાય ધમકી દઇ જાય છડેચોક હથીયારોથી ઇજા કરી જાય….)વ્યાજવાળા તો વળી કોઇથી ડરતા જ નથી?! સરકાર ને ખબર છે?ને હવે તો ફાયનાન્સર ને અમુક બેંકો ખાસ ધોકા પછાડ ટીમો રાખે છે તો લકોની હાલત શું થાય?? એની પાસે રોજગાર નથી માલ મીલકત નથી તો પરીવારનુ પોષણ કરવા સાજા માંદાની દવા કરવા જરૂરી ખર્ચા કરવા કોક ધંધો કરવા મજબુરીથી વ્યાજે લેતા હોય છે તે વ્યાજ વટાવ કરનારા સૌ ને સરકારી દાયરામાં લઇ જ શકાય ને??જોગવાઇઓ બધી જ છે

તેમજ

હજુ છે………ક સુધી પાણી રસ્તા ગટર સ્ટાફ વાળી આરોગ્ય સેવા શિક્ષકવાળી શાળાઓ નિયમીત ચાલતી સારી બસ જીલ્લા શહેર સાથે કનેક્ટીવીટી ભાવ વધારા ઉપર નિયંત્રણ ખેડૂતોની બમણી આવક મહિલા સુરક્ષા(ઘર સોસાયટી રસ્તાઉપર થી માંડી કામકાજ ને નોકરીના સ્થળે) જાહેર સુરક્ષા રોજગાર અપાવવા વગેરે ઘણુ કરવાનુ છે (રોજગાર મેળામાં ખાનગી કારખાના કે સર્વિસ સેક્ટર અમુકને નોકરીએ રાખે એકાદ બે વરસમાં કાઢી પણ મુકે…..તે આંકડાઓ દર્શાવવા વાળી રોજગારી નહી સંખ્યાબંધ સરકારી કચેરીઓમા જગ્યાઓ ખાલી છે જ્યા આઉટસોર્સમા લટકતી તલવાર સાથે દિકરા દીકરીઓ ફરજ બજાવે છે )મોંઘવારી (કેટલા પરીવાર બે ટંક ભરપેટ જમે છે?? ૧૪૦ કરોડમાંથી ૮૦ કરોડને મફત અનાજ આપવુ પડે છે તો તેમની પરીવારની આવક દસ હજારથી ય ઓછી છે ચાર કે પાંચ સભ્યોના પરીવારને ઘઉ ને ચોખા મફત દેશો…..[એ ય સમયસર મળે તો….] એટલે નભી જશે??બીજી સામગ્રીના પૈસા હશે ?? માટે કાયમી સ્વરોજગાર કે કાયમી નોકરી આ સાંઇઠ ટકામાંથી પચાસ ટકાને તો દઇ શકોને?? યોજનાઓની સીસ્ટમ બંધ હોય,ઘરે રેવુ કે કચેરીઓના ધક્કા ખાવા??એક દાખલો કઢાવવા એક ટંક જોઇએ…..કામ કે મજુરી જો કોઇની પાસે હોય તો તે પણ ખોટી થાય ને ઇ થી વધુ દલાલોને દેવા પડે…..[ચીફ સેક્રેટરી અમુક કલેક્ટરને દલાલોના ફોટા બતાવે જ છે ને] એ દિશામાં ઘણા પગલા બાકી છે ઘણુ કરવાનુ બાકી છે તે કરશો તો આત્મસંતોષ મળશે નહીતર સતા છે તો વાહ વાહ કરશે લોકો મજબુરીથી કોક ફાયદાથી …..પણ આંતરીક સન્માન જીતવુ એ જુદી વાત છે દરેક નેતાને નહી સમજાય….સતા જાય તોય અમુક તો પાછા જીતવા વલખા મારતા હોય છે આમાં રાષ્ટ્ર પ્રથમ નહી હું જ પ્રથમ.ના લોકોને દર્શન થાય છે ને પ્રજા સમજુ છે સાહેબો…..એ તમે સમજો….માત્ર જુજ વર્તુળો પુરતા કામ ભલામણ બરકત કરાવવી પડે તો કરો પણ બીજાનાય કામકરી બેલેન્સ કરો

અને

કુલ જાહેર સંપતી માટે કહેવાય છે કે વીસ ટકા લોકો પાસે એસી ટકા નાણા સંપતી છે ને એસી ટકા પાસે વીસ ટકા સંપતી છે ….બોલો….
ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવશે કે જલદી પાકલઇ વેંચી નાણા કમાઇને પહેલા પરીવારનુ ગુજરાન ચલાવશે??
નાણાંભીંસ ભોગવનારને વ્યાજના ચુંગલમા કમને ફસાવવુ પડે છે ને પછી તેમાથી અનેક ગુનાઓ જન્મે છે-બેંક બધાય જરૂરીયાત વાળાને લોન દેશે??
…….જે પક્ષની સરકાર હોય તે રાજકીય પક્ષે આંતરીક સમુનમુ કરવાની સાથે પ્રજાનુ આ બધુ જ વિચારવુ પડશે નહિતો આવતા દિવસોમા કોઇને બહુમતી ન મળે નકરા તડજોડ જ કરી કરી થાકી જવુ પડે ને ફરી પ્રજાની જઠરાગ્ની અતૃત્પત જ રહેશે તો??
ભાજપની વિચારધારા જે હોય તે,રાષ્ટ્ર પ્રથમ અને અનુશાસન તેમજ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વગેરે ગમે તેટલુ બોલાય …..પણ બેકાર અને ભૂખ્યાને શું સમજાય?? આવા ઉપર સિવાયના ય બહુઆયામી દરેક મુદાઓ છે તેનુ ચિંતન કરો તો એ નિત્ય શિબિર જ છે.

@તમારી પાસે કઇ પ્રકરણની ફાઇલ આવે ત્યારે તેમાં શુ શું છે તે નહી પરંતુ શું શું નથી તે જુઓ—-આ છે આપણા વહીવટની તાસીર…..પાટનગરની અમુક કચેરીમાં…. ..કાગળ ઉડીને ટેબલ ઉપરથી નીચે પડી જાયવતો લગત જીલ્લામાંથી ફરી ફેક્સ કે મેલ મંગાવે વાંકા વળી તે ઉડેલો કાગળ લઇ ન લે……!!???આમા મૃદુ બોલોકે મક્કમ આ જ તાસી ર રહે …..એક વાત માનવી પડે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વહીવટ ઉપર પક્કડ હતી કેમકે ઇ ફક્કડ ગીરધારી છે બાંધછોડ કરતા જ નથી …….ને…….હવે નીચે વાંચો

“હર હાથ કો કામ હર ખેત કો પાની” “ફીલગુડ” “ગરીબોની સરકાર”એ સાબિત ક્યારે થાય?? પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધીઓ રાજ્ય અને કેન્દ્રસ્તરે ભારપુર્વક રજુઆત પહોંચાડે અને આખી સરકારોના “જુજ”ડીલરો(ડીલ કરે તે ડીલર) એમ કહે કે “આ તો નિતિ વિષયક છે” કાં કેશે કે “તમારા વિસ્તારમાં હમણા તો પ્રધાનમંત્રી સડક અટલ જલમીશન નિર્મળ ગુજરાત વગેરે હેઠળ આટલુ આટલુ આપ્યુ હવે ચુંટણી આવવા દો…….તય……” “ગ્રાંટનુ તો પુછાય જ નહી નહિતર કેશે સરકાર મોટા પ્રોજેક્ટ તો તમારા વિસ્તારમાં કરે જ છે હજુ ગ્રાંટ જોશે?? આત્મનિર્ભર બનો…..લે” કાં કેશે “હમણા જોગવાઇ નથી” કાં કેશે “મંજુરીમાં જ છે” કાં એમ કહી મોરલ તોડી નાંખે કે “હમણા તમે બહુ સક્રિય નથી ઓચીંતુ કામ કેમ સુઝ્યુ ” કાં “અરે યાર સમજો ટેક્સજ આપણી આવક છે ને તેમાં ઘટાડો કેમ પોસાય છતાય પાવલી આઠ આની ભાર કઇક ઘટાડશુ ને બીજે બેલેન્સ કરવા કઇક વધારવુ પડશે જોજો તમારા વિસ્તારમાંથી વિરોધ રજુઆતો કે આવેદનપત્રો ન આવે હોં….જોય લેજો” કાં કેશે “તમારૂ કામ નબળુ છે તમારા વિસ્તારવાળા ડાયરેક્ટ આવે છે કાં તો ફલાણાનો હાથ પકડે છે જુઓ જુઓ ફરીથી ટીકીટ જોઇએ છે કે…..” કાં કેશે “જિલ્લા કક્ષાએ જોવડાવી લો આવુ જીણુ જીણુ લાવશો તો સરકાર નવરી જ ન પડે ને” કાં કેશે “તમારૂ તો વિસ્તારમાં સારૂ છે શું તમે જીણી જીણી બાબતો વારંવાર લાવો છો?? કાં કેશે “હમણા ખર્ચા નિયંત્રણમાં રાખવા પડે એમ છે પબલીકને -થઇ જશે થઇ જશે-એવુ કહ્યા કરો” કાં કેશે “તમારી વાત સાચી પણ હમણા ઇ બાજુ કામ ઘણા થઇ ગયા હવે ફલાણી બાજુ ય બેલેન્સ કરવુ પડશે” વગેરે વગેરે બાબતો બને તેવા અનુભવ ઘણાના છે અમુકતો ખાનગીમાં આ બધુ કહી જ દે છે અને હા, લોકોને રાજ્ય કક્ષાએ આવવુ ન પડે માટે જીલ્લા સ્તરે નિર્ણય લેવાય તેવી વહીવટી પદ્ધતિ વિકસાવી છે તેમ ઉપરથી બધા બોલે છે પણ જીલ્લા વહીવટી તંત્રમાંથી અનેક પ્રકરણ સરકારમાં બિનજરૂરી રીતે હજુ મોકલાય છે કે “સરકારનુ માર્ગદર્શન લઇએ” “અર્થ ઘટન કરાવી લઇએ” લીગલ ઓપીનિયન લઇએ” વગેરે વગેરે કારનબે ઉપર મોકલી ફાઇલો ડહોળે અરદારને પણ ડહોળે ને હાં કોઇ જુજ આકા માં થી કોક કહે તો ?? તો જોગવાઇઓ ય મળી જાય …..હો….પહેલા ન હતી જોગવાઇ?? ઓલા ચોપડાવે શાંતિથી નોકરી કરવી છે ફલાણે કે ઢીકળે જવુ છ હેં?? તમને કામ કરવા બેસાડ્યા છ કામ ટલ્લે ચડાવવા નહી

@હરીયાળી ક્રાંતિ લાવવા સૌની યોજના ……આ યોજનાનુ પાણી ડેમોમાં આવે ને??સીધુ ખેતરમાં તો જાય નહી,તો જિલ્લાવાર માનો કે છ લાખ હેક્ટર ખેતીની કુલ જમીન હોય ને કેનાલ લીફ્ટ ઇરીગેશન બ્રાંચ કેનાલ મળી જો ૭૦ કે ૮૦ કે ૯૦ હજાર હેક્ટર ખેતીની જમીનને સિંચાઇ સુવિધા હોય તો બાકીના વિસ્તાર જે એસીટકા ખેતજમીન સિંચાઇ સુવિધાથી બાકાત છે તેનુ શું??તેવા સવાલ ખેડૂતોના છે

એકંદર વાતો વચનો વાયદા વિરોધ માં જ પડ્યા રહેવાથી કઇક સરકાર કક્ષાએથી જાહેરાત કરી દેવાથી(નીતીન પટેલે માર્ગ મકાન આરોગ્ય નાણા મંત્રી તરીકે આપેલી મંજુરીઓના પણ પચાસટકા કામ હજુ બાકી છે )રોડ થશે તેમ બોલ્યા તમે મંજુરી આપી પછી નાણા વિભાગ ખર્ચની જોગવાઇ જોશે ત્યાથી જિલ્લામાં આવશે બધુ વાજતે ગાજતે આયોજન મીટીગ જ્યારે પ્રભારી મંત્રીને સમય મળે ત્યારે મળશે તેમાં વળી,-પ્રજાલક્ષી વિકાસ કાર્યો ઝડપી કરવાનુ નિવેદન બોલાશે પંચાયત સુધરાઇ મનપાને તાકીદ કરાશે તો વળી પાછા સરકારી ખાતા હેડની ચિંતા કરશે તો નાણાની ચિંતા જ મુખ્ય છે કેમકે બે વર્ષ પહેલા દરેક સ્તરેથી અને વહીવટી તાંત્રીક મંજુરીઓ સાથે મંજુર કામોની બે વર્ષ બાદ -કામ પ્રગતિમાં છે-( એક નેતાએ કીધેલુ અમુક અયોજન ખાતા વાળા કામ ને લગત જિલ્લા તાલુકા શહેરના અમુક અધીકારીઓ ધારે તો અમે ચુંટણી હારી જ જઇએ)તે રીમાર્ક આવે તો તમે બે વર્ષ પહેલા બોલ્યાતા કે ઝડપી વિકાસ કામ એજ અમારૂ ધ્યેય છે- ધ્યેય એમ બોલો પણ તમે અધીકારીઓ પાસેથી કામ લઇ શકો છો?? નથી લઇ શકતા?? શું કામ “કઇ જોડાણ છે” ??બાદમા અમુક કામો રદ પણ થઇ જાય છે અમુક હુકમપણ રદ થાય -અહી આમ વાંચવુ- -અહી આમ સમજવુ- કાં ભઇ?? સગવડીયા વહીવટ કોના હિતમાં?? તો તમારો પ્રથમ હુકમ ભુલ ભરેલો કે ઉતાવળીયો હતો?? તેમ પક્ષના જ અંદરના અને તુરંતની જ ગણાય તેવિ હાલની જુની પેઢીના અમુક ચિંતકોએ કહ્યુ ને ઉમેર્યુ કે હવે પક્ષમાં માર્ગદર્શકો ઘટ્યા છે લોકો માને જ તેવા નેતા ઘટ્યા છે જેના હાથમા તેના મોંમાં ની જેમ બધા જ મનપસંદ રીતે જ્યા છે ત્યાં
ચોંટ્યા પડ્યા છે બાકીનો બહુ જાજો વર્ગ રાહ જુએ છે કે અમારો વારો આવશે??

@___કાર્યકર્તાઓને અવગણશો નહી ……”તમને ન ખબર પડે કીધુ ઇ કરો” એમ કહેવાના બદલે તામરો સર્વે બરાબર છે ચોક્કસ વિચારીશું” એમ કહો તો??

કાર્યકર્તા ચીંધે તે પ્રજાલક્ષી રૂટીન કામો સંતુલીત રીતે ન થાય તો તે અંગે કાર્યકર્તાઓને પ્રજાના મેણા સાંભળવા પડે છે માટે તે અંગે પ્રશાસનને સુચનાઓ આપો…..અહી તો આવકના દાખલા રેશનકાર્ડના કામ જાતિના ને ગરીબી રેખાના દાખલા શાળા કે હોસ્પીટલમા એડમીશન રોડ ગટર લાઇટના વિવિધ કામ નડતર કળતર સામે સુરક્ષા અપાવવા જેવા અનેક કામ અનેક વિસ્તારના કાર્યકર્તાઓ નથી કરી શકતા તેનુ તેમને સૌ ને દુખ છે ને તેથી વધુ દુખ છે કે “મત મળવા જ જોઇએ” તેમ કહી ચુંટણી ટાણે ધણ ને છુટુ મુકે તેમ ઘેર ઘેર પ્રચાર કરવા દોડાવે છે અને જોકઇ કહે કોક કાર્યકર્તા તો કહેશે કે તમારા નામે મત નથ મળતા પાર્ટીના કારણે ને ફલાણાને કારણે મત મળે છે….. અ રે મારા ભાઇ પાર્ટી એટલે કોણ?? ઇ “ફલાણા” ને કોણે બનાવ્યા?? અમારો પ્રાણ કાર્યકર્તા છે…..પણ એ કાર્યકર્તા ધારે તો ઓક્સીજન લગાવવો પડે તેવુ કરી શકે કાં નિષ્ક્રીય રહે….માટે પ્રજાની પડખે રહી પ્રજાના મનમા સન્માન જગાવો કાર્યકર્તાઓની પડખે રહી માન આપી તેના પર્સનલ કામ કરાવી દો તે સુચવે તે પબ્લીકના કામ કરાવી દો આ બધુ નાનુ નાનુ કરી દો એટલે ભયો ભયો પણ ના તમારે તો કાર્યકર્તાઓ ય વહાલા દવલા છે અમુક કાર્યકર્તાઓ ટેકેદારો વિવિધ જરૂરીયાત પુરી કરનારાઓ કોન્ટ્રાક્ટર બિલ્ડર વેપારી આગેવાન ઉઘરાણીકાર થઇ ગયા તેમના માટે સોફા હોય આવા અમુકને ત્યા કોઇ સરકારી ડંડો અવાજ કરે તો તમારો ફોન તરત ઉપડી જાય પણ મેજોરીટી આવા નથી બાકાત છે તેમની અપેક્ષા પણ નાની છે તેને પરસેવો પડે ત્યા સુધી ફીલ્ડીંગ ભરાવડાવવાને યોગ્યતા જોઇ કામ કરાવી દો રાજી થશે ડબલ સ્પીડથી દોડશે આ તો આપણી પાછળય કોક બેઠુ છે એ ખાત્રી તો થવી જ જોઇએ કેમકે એ જ સાચા હાથપગ છે “જુજ” ને ય સાચવવા પડતા હશે ઘણા કારણોસર પણ મોટો વર્ગ છુટી તો ન જ જવો જોઇએ ને??
વળી,બીજી પાર્ટીમાંથી ભરતી અને તેમને લ્હાણી…..એક તો એ કાર્યકર્તાઓને વાંધો છે કેમકે જો કોઇ એક ના નામે જીતી શકાય યોજનાઓ બનાવીને જીતી શકાય રાષ્ટ્રવાદનો દેખાડો કરી જીતી શકાય સ્વપ્નાઓ દસ દસ પંદર પંદર પચી પચી વર્ષના દેખાડી જીતી શકાય ……તો “આયાત”શું કામ કરો છો?? વચનો આપવાનુ બંધ કરી કરો તે જ બોલો ન થાય તો દિલગીરી વ્યક્ત કરો ….કરીશું કરીશુંના ગાણા ન ગાવ…..”વાં તમારૂ કોઇ સાંભળતુ ય નથી” એ સ્વીકારો અને બીજી વાત એ “આયાતી” દોડતા હોય છે ને પબ્લીક સાથે હોય છે ને પ્રશ્ર્નોથી સરકાર ગજવતા હોય છે ને ….ને “તમારે”ત્યાં તો અઘોષીત પ્રતિબંધ છે પબ્લીકના પ્રશ્ર્નો માટેનો તમે તો એમ કહી દો છો કે “અમારા ધ્યાનમાં જ છે કાંતો એમ ક્યો છો કે બીજી ઘણી યોજનાઓ છે એનો પ્રચાર કરો…..આ કામ ભુલી જાવ.”વગેરે કાં તો આડકતરી રીતે અમુક સક્ષમને જે જે ક્ષેત્રમાં જે કરવુ હોય તે કરવા દો વિનાવિધ્ને …..તે બધુ પબ્લીક જાણે જ છે કે – પૈસો પૈસાને ખેંચે છે-તેમાથી પીઠબળ જોહુકમી વટપાડવો ગમે તેને દબાવવા ગમે તેને કચડવા ગમે તેમ કરવુ વગેરે ઘણી બધી છુટ મળી જાય છે બસ શાસન પ્રશાસન ના હાથ રહે તે માટે હાથ ગરમ કરતા રહેવાય છે તે બાબત શું લોકોને ખબર નથી?? આ તો તમારૂ નહી લોકોનુ અનુશાસન છે કે જાહેરમાં તમને ચોખ્ખુ કઇ બોલતા નથી કેમકે એના પરીણામ ખરાબ આવે છે જેના પણ અનેક દાખલા છે પ્રજા શું અમુક નેતાઓ પણ સાચુ કે ચોખ્ખુ નથી બોલી શકતા…….કેમકે ઘણુ અજમાવવા અહી ને ત્યા બધા તૈયાર છે અડધો સમય શક્તિ નાણા તેમા વપરાય છે અરે વિકાસમાં વાપરવાના નાણા “એ લોકોની” જાસુસી કરાવવામાં વપરાય જાય છે કે શું?? તેવો વેધક સવાલ પણ રાજકીય વિશ્ર્લેષકોએ આ વિસ્તૃત સર્વેક્ષણ આપતી વખતે કર્યો હતો

@ _________________
b.g.bhogayata

b.sc.,ll.b.+ special ll.b.,d.n.y.(GAU),journalism (hindi)

gov. accre.Journalist

jmr

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!