
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં નકલી અમૂલ ઘીનો કાળો કારોબાર..? નકલી ઘી ના આક્ષેપો સાથે વિડીયો વાયરલ થતા શહેરમાં ચકચાર
મેઘરજ નગરમાં નકલી અમૂલ ઘી વેચાણનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં નંબર વગરની કાર લઈને એક ઈસમ દુકાનોમાં ફરીને ઘી વેચતો જોવા મળ્યો હતો. તે વ્યક્તિ મૂળ કિંમતે કરતાં રૂ.200 ઓછી કિંમતમાં ઘી સપ્લાય કરતો હોવાનું દૃશ્યોએ સ્પષ્ટ કર્યું છે.અને વિડિઓ વાયરલ થયો છે મળતી માહિતી મુજબ –જાગૃત મહિલા દુકાનદારે કથિત આરોપી તેમજ તેની કારના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા.મેઘરજ નગરમાં જ નહીં પરંતુ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પણ લાખો રૂપિયાનું નકલી અમૂલ ઘી સપ્લાય થતું હોવાની ચર્ચા છે.કેટલાક લાલચી દુકાનદારો સસ્તું મેળવવા આ ઘી ખરીદી ગ્રાહકોને પધરાવતા હોવાનો આક્ષેપ છે.
જન આરોગ્ય માટે મોટો ખતરો
ખાદ્ય પદાર્થોમાં નકલી વસ્તુઓનો વેપાર સીધો જન આરોગ્ય સાથે ખેલ કરવાનો ગુનો છે. આવા તત્વો સામે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કડક પગલાં લેવાય તેવી સ્થાનિક સ્તરે માંગ ઉઠી છે.હાલ મેઘરજ નગરમાં આ મુદ્દે ભારે ચર્ચા છે અને લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી છે.





