શિયાળ બેટ ની મારામારી પહોંચી રાજુલા સરકારી હોસ્પિટલ સુધી

યોગેશ કાનાબાર રાજુલા
શિયાળ બેટ ની મારામારી પહોંચી રાજુલા સરકારી હોસ્પિટલ સુધી
….
ધોળા દિવસે રાજુલા શહેરની મધ્યમાં લુખ્ખાઓ નો આંતક
હવે તો દર્દી પણ સલામત નથી …….
સમગ્ર વકીલ મંડળ હોસ્પિટલ દોડી આવ્યું …
રાજુલા સરકારી હોસ્પિટલ માં સિકયુરિટી મૂકવાની લોક માંગણી
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ આ ઘટના બની છે. મારામારીમાં ઘાયલોને રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આવીને બીજા જૂથે ભારે ઉત્પાત મચાવ્યો હતો.
10થી 15 લોકોનું ટોળું લાકડી અને ધોકા સાથે હોસ્પિટલમાં ઘૂસ્યું હતું. હુમલાખોરોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને સારવાર લઈ રહેલા દર્દીઓ પર હુમલો કર્યો હતો.
સારવાર લઈ રહેલા દર્દીઓ સહિત 5થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા
મારામારીની ઘટનાને પગલે રાજુલા એએસપી વલય વૈદ્ય રાજુલા હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં છકડાના ભાડે બાબતે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહી છે. આરોપીને રાઉન્ડઅપ કરવા વિવિધ ટીમો બનાવી છે. હુમલાખોરોએ હોસ્પિટલમાં હાજર એડવોકેટ અરવિંદ ખુમાણ પર હુમલો કર્યો હતો અને તેમને જીવ બચાવવા માટે હોસ્પિટલની બહાર સુધી દોડવું પડ્યું હતું. ખુમાણે પોલીસ સ્ટેશનમાં આશરો લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, પરંતુ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા
આ સમગ્ર ઘટનામાં અરવિંદભાઈ ખુમાણ વકીલ તેમજ મન્જુબહેન લાખાભાઇ શિયાળ ઉંમર 38 તેમજ કિશન લાખાભાઇ શિયાળ ઉંમર 38 તેમજ દિનેશભાઈ ચકુરભાઈ હોસ્પિટલ સ્ટાફ ઈજાગ્રસ્ત થયેલ તેમજ શિયાળબેટ મારામારી થયેલ તેમાં સાગરભાઇ લાખાભાઈ શિયાળ તે પણ ઈજા ગ્રસ્ત થયેલ હાલ તમામ વ્યક્તિ રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસે દ્વારા વિવિધ ટીમો બનાવી અને આરોપીને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટના જ્યારે રાજુલા સિવિલ હોસ્પિટલમાં આ બની ત્યારે એક ફિલ્મી દ્રશ્યો જોવા મળેલા અને ભયનું માહોલ સર્જાયેલો





