GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના ચલાલી ગામે રેતીની લીઝ ની ઓફીસ પાછળ ૫૫ વર્ષીય ઈસમની લાશ મળી આવતા ચકચાર
તારીખ ૦૩/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર તખતસિંહ મનસુખભાઈ પટેલ દ્વારા નોંધાવેલી વિગતો અનુસાર મુ.કાદવીયા કરોલી પંડ્યા માતા ના ફળિયા તાલુકા કાલોલ ના રહેવાસી સાલમભાઈ નારણભાઈ પટેલ ઉંમર વર્ષ ૫૫ ગત ૩૦ નવેમ્બર ના સવારે ૬:૦૦ થી ૧ ડિસેમ્બર સવારે આઠ કલાકના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે ચલાલી ગામની સીમમાં ગોમા નદી કિનારે આવેલ માછી સાહેબની રેતીની ઓફિસના પાછળના ભાગે મરણ પામેલ હાલતમાં મળી આવતા વેજલપુર પોલીસ મથકનો સંપર્ક કરેલ અને આ બાબતની નોંધ કરાવતા પોલીસે બીએનએસ કલમ ૧૯૪ મુજબ નોંધ કરી આગળની તપાસ પી.એસ.આઇ એસ .એલ કામોલ દ્વારા શરૂ કરવામાં આવી છે.