
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા તાલુકાના બુધાસરા ગામે તળાવમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળ્યો
ભિલોડા તાલુકાના બુધાસરા ગામના એક યુવક તારીખ ૩/૧/૨૦૨૬, શનિવારના રોજ સાંજે અંદાજે ૫ વાગ્યાના સમયે ગામના તળાવમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.મોડાસા ફાયર બ્રિગેડની ટીમે તારીખ ૪/૧/૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યાથી તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. આશરે બે કલાકની ભારે શોધખોળ બાદ તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકના અકાળ અવસાનથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ ગામલોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




