DAHODGUJARAT

ધાનપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા છ માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ

તા. ૨૪૧૨૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા છ માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ

સી.આર.દેસાઇ પોલીસ સબ.ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોર્ડ તથા પેરોલ ફર્લો ટીમ પેટ્રોલિંગમાં કાર્યરત હતી તે દરમ્યાન સી.આર.દેસાઇ પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કોર્ડનાઓને બાતમી હકીકત મળી કે ધાનપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા છ માસથી વોન્ટેડ આરોપી નરેશભાઈ વાખલાં જે પોતાના ઘરે પીપગોટા લીમ્બે ફળીયુ ધાનપુર આવેલ છે જે બાતમીના આધારે પ્રોહિબિશનના ગુન્હાનો વોન્ટેડ આરોપી પોતાના ઘરે આવેલ હોવાની ગુપ્ત માહિતી આધારે તેના ઘરે વ્યુહાત્મક અને આયોજનબધ્ધ રીતે વોચ ગોઠવી વોન્ટેડ આરોપી નરેશભાઈ બકુલભાઈ વાખલાંને ઝડપી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!