AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગુંદિયા ગામનાં તણાયેલ યુવકની લાશ ત્રીજા દિવસે મળી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગુંદિયા ગામે ગત 25મી ઓગસ્ટનાં રોજ ધોધમાર વરસાદમાં કોતરમાં તણાય ગયેલ યુવાનનો મૃતદેહ 28 તારીખે નજીકનાં ચેકડેમમાંથી મળી આવતા પરિવારમાં શોકની કાલીમાં ફેલાઈ જવા પામી છે.હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતદેહનું પંચનામું કરી પીએમ માટે તેજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ ગત 25 /08/2024નાં રવિવારે એલીયાભાઈ ગુલાબભાઇ ધુળે. ઊ.25 જેઓ બરમ્યાવડથી કામકાજ પતાવી સાંજે 5 વાગ્યાનાં અરસામાં ગુંદિયા ગામે આવી રહ્યો હતો.ત્યારે ગુંદિયા ગામ નજીકનાં કોતર ઉતરવા જતા પગ લપસી ગયો હતો,ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ ને પગલે કોતરમાં પાણીનો પ્રવાહ વધુ હોય તણાય જતા પરિવાર અને સગા સંબંધીઓએ શોધખોળ કરવા છતા મળ્યો નહતો,જે બાદ હાલ વરસાદ ધીમો પડવા સાથે કોતરમાં પાણીનો પ્રવાહ ઓછો થતા છેક ત્રીજા દિવસે તણાય ગયેલ એલયાભાઈ ધુળેનો મૃતદેહ નજીકનાં ચેકડેમમાં મળી આવતા સાપુતારા પોલીસે લાશ કબ્જે લઈ પંચનામુ કરી પીએમ માટે નજીકનાં દવાખાને મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી હતી.      

Back to top button
error: Content is protected !!