
ફૈઝ ખત્રી… શિનોર
શિનોર તાલુકાના વણીયાદ ગામની સીમમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે.આ નર્મદા કેનાલના ગેટ પહેલા પાણીમાંથી વહેલી સવારના 3.30 કલાકે પાણીમાં ડૂબી જવાના કારણે મુત્યુ પામેલ એક યુવકની લાશ મળી આવી હતી.જે અંગેની જાણ શિનોર પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકની લાશ ને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી.જેમાં યુવકનું નામ રણજીતભાઈ દિનેશભાઈ વસાવા ઉમર વર્ષ 35 રહે,મોટા કરાળા ટેકરા ફળીયું,તાલુકો – શિનોર,જિલ્લો – વડોદરાનો હોવાનું સામે આવ્યું હતું,મૃતક રણજીત વસાવાએ ગત તારીખ 18 – 1 – 2024 ના રોજ સાંજના લગભગ 7 થી 7.30 વાગ્યાના અરસામાં ડભોઇ તાલુકાના તેન તળાવ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં કૂદી પડ્યાની વિગતો સામે આવી છે.શિનોર પોલીસે મૃતદેહને મોટા ફોફળીયા હોસ્પિટલ ખાતે ખસેડી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.



