AHAVADANGGUJARAT

આહવાનાં કાસવ દહાડનાં જંગલમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા નજીક આવેલ કાસવ દહાડનાં જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા ઇસમની લાવારીશ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.જંગલ વિસ્તારમાં લાશ પડી હોવાની જાણ થતા જ જાણીતા લોકસેવક ઝાકિર ઝંકાર તેમના સાથીદારો હિરામન વાડું, જયેશ બાગુળ, સંજય દેશમુખ અને ઉમેશ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.અને તેમણે તાત્કાલિક સરપંચને પણ જાણ કરી હતી.સરપંચે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આહવા પોલીસને જાણ કરી હતી.હાલમાં આહવા પોલીસની ટીમે  ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.જેમાં હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!