આણંદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ નો મૃતદેહ તેમના પરિવારને સોંપાયો
આણંદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ નો મૃતદેહ તેમના પરિવારને સોંપાયો
તાહિર મેમણ – આણંદ- 21/06/2025 – અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ તાલુકાના ચિખોદરા ગામના
દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલ મૃત્યુ પામ્યા હતા.
તેમના ડીએનએ સેમ્પલ મેચ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી મૃતદેહને પોલીસવાન સાથે સન્માનભેર તેમના વતન ચિખોદરા ખાતે લાવવામાં આવ્યા હતા. મૃતદેહ ઘરે લવાતા પરિજનોના કલ્પાંત સાથે ગમગીની ભર્યો માહોલ જોવા મળ્યો હતો.
દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલનો મૃતદેહ આવતા જ ગ્રામજનો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી પહોંચ્યા હતા. સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે બંનેની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
આ સમયે વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો અંતિમયાત્રામા જોડાઈને મૃતકના પરિજનોના દુઃખમાં સહભાગી થયા.
મૃતકના સ્વજનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું



