
નરેશપરમાર. કરજણ,
કોઠાવ ગામથી ઘુમ થયેલ સાળા.બનેવી ના સીમમાંથી મૃતદેહ મળ્યા..
પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાંથી મૃતદેહ શોધ્યાબે દિવસથી ગુમ થયેલ સાળા બનેવીની લાશ ખેતરમાંથી મળી
ખેડા જિલ્લાના મહુવા તાલુકાના અલીના ગામના મૂળ રહીશ પરંતુ હાલ કોઠાવ ગામમાં રહેતી નાથીબેન વસાવાએ વિજય પટેલ (ઉ.વ.૩૫) સાથે લગ્ન કર્યા હતાં. ધુળેટીના દિવસે રાત્રે વિજય પટેલ તેમજ વૈમાર ગામે રહેતો સાળો ચન્દ્રકાંત સુરેશભાઈ વસાવા (ઉ.વ.૨૪) બંને ઘેરથી ખેતરે ઘઉંમાં પાણી ચાલુ છે તે જોવા જઈએ છે અને તમે જમવાનું બનાવીને રાખો તેમ નાથીબેન ને કહીને નીકળ્યા હતાં.વિજય અને ચન્દ્રકાંત મોડી રાત સુધી પરત નહી ફરતાં નાથીબેનને ચિંતા થઈ હતી અને તેણે ફોન પર સંબંધીઓ તેમજ મિત્રોને પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે તપાસ હાથ ધરી હતી પરંતુ બંનેનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી ગઇકાલે કરજણ પોલીસ સ્ટેશનમાં નાથીબેન એ પતિ અને ફોઈનો પુત્ર ચન્દ્રકાંત ગુમ થયો હોવાની નોંધ કરાવી હતી. દરમિયાન પોલીસે પણ બંનેની શોધખોળ હાથ ધરી હતી. બંને ગુમ થયાના ૪૫ કલાક બાદ જાણ થઈ હતી કે એક ખેતરના છેડે બે લાશ સળગી ગયેલી હાલતમાં પડી છે જેથી કરજણ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી અને તપાસ કરતાં ગુમ થયેલ વિજય તેમજ ચન્દ્રકાંતની લાશો હતી . પોલીસની પ્રાથમિક તપાસમાં ખેતરના છેડે માલિકે ખેતરમાં પશુ ના પ્રવેશે તે માટે તારની વાડ કરી હતી અને આ તારમાં વીજ કરંટ છોડયો હતો જે કરંટ લાગવાથી બંનેના મોત નિપજ્યા હતાં. દરમિયાન પોલીસે ખેતરના છેડે તારમાં વીજ કરંટ છોડનાર માલિક સામે ગુનો દાખલ કરવાની રાત્રે તજવીજ હાથ ધરી છે.




