GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- અલિયાર પાર્કના બંધ મકાનમાંથી ભર બપોરે રૂપિયા 3,36,100/- ના સોના ચાંદીના ઘરેણાંની ચોરી,પોલીસે તપાસ હાથ ધરી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૨.૨૦૨૫

હાલોલ ના દાવડા રોડ અલિયાર પાર્ક માં રહેતી અને ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતી મહિલાના બંધ મકાનમાંથી ભર બપોરે રૂપિયા 3,36,100/- ના સોના ચાંદીના ઘરેણાંની ચોરી થતા આ વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.હાલોલ ના દાવડા રોડ અલિયાર પાર્ક માં રહેતી અને ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મીનાબેન જગદીશચંદ્ર સોલંકી હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલ કંપનીમાં સિક્યુરિટી તરીકેની ફરજ બજાવે છે અને તેમના પતિ જગદીશચંદ્ર રમણલાલ સોલંકી યુપી માં કામધંધા અર્થ રહે છે. તેમને હાલોલ ટાઉન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ માં જણાવ્યું હતું કે તા.18 મી જાન્યુઆરીના રોજ બપોરે બે વાગે નોકરી ઉપર ગયા હતા અને તેમનો છોકરો ટ્યૂશન ગયો હતો ને તેમની છોકરી પાવાગઢ માતાજીના દર્શન કરવા ગઈ હતી.સાંજે પાંચ વાગ્યા ના સમય ગાળામાં તેમનો છોકરો તેની માતા જે કંપનીમાં કામ કરે છે ત્યાં જઈ ઘરની ચાવી લઇ ઘરે ગયો ત્યારે ઘર નો મેન દરવાજો અંદર થી બંધ હોવા ની જાણ તેની માતા ને કરતા તેમને જણાવ્યું કે ધાબા ઉપર જઈ ગેલેરીમાં ચેક કરતા ઘરનો પાછળ નો દરવાજો ખુલ્લો અને ઘરનો સરસામાન વેરવિખેર હોવાનું જણાવતા મીનાબેન ઘરે દોડી આવ્યા હતા ઘરમાં તપાસ કરતા ઘરમાં રાખેલ તિજોરી ખુલ્લી હતી અને તેમાં રાખેલ સોનાનું લોકીટ, મંગળસૂત્ર, વીટી, બુટ્ટી,તેમજ ચાંદીના ઝૂડો માળા પગના વેડ લક્કી મળી કુલ રૂપિયા 3,36,100/- ના મુદ્દામાલની ચોરી થયા હોવાનું જણાઈ આવતા તેઓએ હાલોલ ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ બાદ અજાણ્યા ચોર ઈસમ સામે ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!