ARAVALLIGUJARATMEGHRAJ

સરખેજ (ગાંધીનગર) થી ઢેકવા (મેઘરજ )ની બસ સેવા નિયમિત ન રહેતા મુસાફરો ને મુશ્કેલી, બસની અનિયમિતતા ને લઇ લેખિત રજુઆત કરાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સરખેજ (ગાંધીનગર) થી ઢેકવા (મેઘરજ )ની બસ સેવા નિયમિત ન રહેતા મુસાફરો ને મુશ્કેલી, બસની અનિયમિતતા ને લઇ લેખિત રજુઆત કરાઈ

છેલ્લા કેટલાય સમયથી સાંજે 4:15 લાગે સરખેજ થી ઢેકવા બસ ચાલે છે આ બસ લોકલ છે આ બસમાં મુસાફરી કરનાર મુસાફરો બહુ જ મોટા પ્રમાણમાં મળી રહે છે આ બસ છેવાડાના આદિવાસી વિસ્તારોની આવરી લેતી બસ છે લોકલ બસ હોવા છતાં સારામાં સારો વકરો લાવી તી બસ છે પરંતું ઘણા સમયથી આ બસ બહુ જ અનિયમિત ચાલી રહી છે જેના કારણે બસમાં આવન જાવન કરતાં મુસાફરો ખૂબ જ હેરાન થાય છે આ રૂટની મોટી સંખ્યામાં અવરજવર કરતા છેવાડાના અંતરીયા ટ્રાઇબલ વિસ્તારના અન્યની માટે ખૂબ જ મહત્વની બસ છે ગાંધીનગરમાં મજૂરી કામ માટે ગરીબ મજૂરો સાણંદ ખાતે વિવિધ કંપનીઓ નોકરી કરતા કામદાર વ્યક્તિઓ નોકરીયા તો તથા આખા ગુજરાતમાંથી વિકલી અપડાઉન કરતા સરખેજ ખાતેથી બેસતા મુસાફરો પણ બહુ જ હેરાન થયા છે સચિવાલય તથા ગાંધીનગર ખાતે કામગીરી માટે આવતા મુસાફરો કે જેઓ સવારે 11:00 કલાકે પહોંચ્યા આખો દિવસ કામગીરી પતાવી સાંજે આ બસમાં પરત જઈ શકે એવી ઉપયોગી બસ મુસાફરો પણ ખૂબ જ હેરાન થયા છે મોડાસા મેઘરજ ની રાત્રીના સમયમાં આ બસની છેલ્લી બસ આ વિસ્તારમાં ખૂબ જ ઉપયોગી બસ છે રેગ્યુલર અપડાઉન કરતા મુસાફરો દ્વારા ઘણી રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવેલ નથી

વધુમાં 15000 થી વધુ ની આવક આં બસ દ્વારા થાય છે થોડા દિવસ પહેલા ઢેકવા ગામમાં રાતે નાઈટમા બસ ગઈ હતી તો રાતે ચોર આવ્યા એવું કરી ને ફરિયાદ લખાવી બસ બંધ કરવા માટેનું કાવતરું હતું તેવું જાણવા મળ્યું હતું સાંજે 4.30 વાગે ઉપડી ગાંધીનગર 5.30 વાગે આવે છે અને મોડાસા 8.30 વાગે આવે છે તો રાત્રે મેઘરજ અને આગળ જવા માટે છેલ્લી બસ છે તો આ બસ નિયમિત ચાલુ ન કરવાથી ઘણા બધા મુસાફરો ને તકલીફ પડી રહી છે તો ફરીથી ચાલુ થાય તેવી માંગણી સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!