થરાદમાં જીગ્નેશભાઈ મેવાણીના જન્મ દિવસની ઊજવણી રક્તદાન દ્વારા કરાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
જિગ્નેશ મેવાણીના જન્મદિવસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આયોજન.થરાદ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને રક્તદાન એજ મહાદાન ગ્રુપ, વાવ-થરાદ જિલ્લા દ્વારા રક્તદાન મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના જન્મદિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને તે લોકોનું જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે. તેમણે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને મીડિયાના માધ્યમથી જિગ્નેશ મેવાણીને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.
પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, જિગ્નેશ મેવાણી ૪૫ વર્ષ પૂર્ણ કરીને ૪૬મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની ખુશીમાં સર્વ સમાજના લોકોએ આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું હતું. વાવ અને થરાદના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો દ્વારા આ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.



