પાવીજેતપુર તાલુકા ના આંબાખૂટ ગામ માં પ્રેમ કરવાની સજા રૂપે ગામ અને સમાજ થી બહાર કરવાનો કિસ્સો સામે આવ્યો.

યુવતી ના પરિવારજનો બળજબરી થી યુવતી ને બીજે પરણાવવા માંગતા હોવાથી યુવતી એ ઘર નો ત્યાગ કર્યો હતો
આધુનિક યુગમાં પણ પથ્થર યુગ જેવી જડ વિચારસરણી ધરાવતા લોકો સામે કાયદાકિય પગલાં લેવા માંગ
બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર ગામના એક યુવક અને યુવતી ની આંખો એકબીજા સાથે મળી જતાં પ્રેમ માં પડ્યા હતા અને ત્યારબાદ યુવતી ના પરિવારજનો યુવતી ની મરજી વિરુદ્ધ તેના કરતાં મોટી ઉંમરની આધેડ સાથે યુવતી નું લગ્ન કરાવવા માંગતા હોવાથી યુવતી એ સ્વેચ્છાએ ઘર છોડી જતી રહી હતી. અને પછી કદવાલ પોલીસ મથક માં યુવતી એ હાજર થઈ ને પોતાની મરજી થી પોતાને ગમતા યુવક સાથે લગ્ન કરી લીધા હોવાના પુરાવા સહિત જવાબ આપતાં સમાજના કહેવાતા ઠેકેદારો નો અહમ ઘવાયો હતો. જેના કારણે આ કહેવાતા ઠેકેદારો એ પોતાની મનઘડંત રીતે એક ઠરાવ કરી અને યુવક પાસે મોટી રકમ ની માંગણી કરી હતી. અને જો યુવક આ રકમ ના આપે તો તેનો અને તેના પરિવાર નો સામાજિક બહિષ્કાર કરવા નો ઠરાવ કર્યો હતો.
સામાન્ય રીતે આદીવાસી સમાજના બંધારણ પ્રમાણે જો કોઈ યુવક કોઈ યુવતી સાથે મરજી મુજબ લવ મેરેજ કરે તો રૂપિયા એક લાખ પંચોતેર હજાર દાવા પેટે ચૂકવવા ના હોય છે. પરંતુ અહીં આ કિસ્સા માં આ સમાજના બની બેઠેલા ઠેકેદારો એ યુવક અને યુવતી ને મજબુર કરવા માટે રૂપિયા નવ લાખ ની માંગણી કરી હતી. અને જો નવ લાખ રૂપિયા નહીં આપે તો યુવકના પરીવાર સાથે ગામના કોઈપણ વ્યક્તિ એ સબંધ રાખવો નહિ કે અવર જવર કરવી નહીં અને જો સબન્ધ રાખે તો પચીસ હજાર નો દંડ કરવા ની ધમકી આપતો ફતવો બહાર પાડ્યો હતો. અને આટલું જ નહીં પણ યુવક ના ઘર પરીવાર જનો ને હેરાન કરવાનું ચાલુ કરી દીધું હતું અને તેઓને ખેતર માં જવાના રસ્તા ઓ બંધ કરી દીધા છે. ઉપરાંત યુવક ને ગામ માં કે ઘરે આવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
આમ આજના એકવીસમી સદી ના આધુનિક યુગમાં જ્યારે ભારત ના બંધારણ માં કોઈ પણ પુખ્ત ઉંમર ની વ્યક્તિ ને પોતાના મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર મળેલો છે ત્યારે હજી પણ પથ્થર યુગ જેવી માન્યતા ધરાવતા સમાજ ના જડ માન્યતા ધરાવતા લોકો એ એક યુવક અને તેના પરિવાર ને કયા કાયદા પ્રમાણે સામાજિક બહિષ્કાર કર્યો છે તેનો જવાબ સમાજ ના આ ઠેકેદારો એ આપવો પડશે અને પોલીસ તંત્ર તથા જિલ્લા કલેકટર સમક્ષ ટૂંક સમયમાં યુવક અને યુવતી આ અંગે ન્યાય ની ગોહાર લગાવવા ના હોવાનું જાણવા મળ્યું છે.
બ્યુરો ચીપ અંજુમ ખત્રી છોટાઉદેપુર




