HALVAD- હળવદમાં જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝડપાયા

HALVAD- હળવદમાં જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝડપાયા
હળવદ ટાઉનમાં જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ૫ જુગારીને હળવદ પોલીસે રોકડા ૧૩,૯૫૦ સાથે ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન જી.આઇ.ડી.સી.મા જી.ઇ.બી. પાછળ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં આરોપી ઇકબાલભાઇ ગુલામભાઇ કટીયા રહે. હળવદ ટીકર રોડ મીઠાનો ગંજ, રાણાભાઇ વિરાભાઇ સોલંકી રહે. હળવદ હરી દર્શન સોસાયટી સામે ઝુપડામા, કાસમભાઇ ઇસાકભાઇ સંધવાણી રહે. માળીયા જુના રેલ્વે સ્ટેશન વાળા વિસ્તાર તા.માળીયા(મી) તથા ગીતાબેન વિનુભાઇ પ્રધાનભાઇ સોલંકી ઉવ.૪૦ રહે.હળવદ જી.આઇ.ડી.સી. જી.ઇ.બી. પાછળ, જયાબેન કેશુભાઇ અમરશીભાઇ ગોઢાણીયા ઉવ.૪૫ રહે.જી.આઇ.ડી.સી. જી.ઇ.બી. પાછળ હળવદ વાળાને રોકડા ૧૩,૯૫/- સાથે ઝડપી લઈ તમાં આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.










