GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં લીલાપર ખાતે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

MORBI:મોરબીમાં લીલાપર ખાતે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

 

લીલાપર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાયદાના નિષ્ણાંતો દ્વારા મહિલાઓને POSH Act 2013 (Prevention of Sexual Harassment at Workplace Act) ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. POSH કાયદો કાર્યસ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી અટકાવવા તથા પીડિત મહિલાઓને ન્યાય મળે તે માટે ખાસ બનાવવામાં આવ્યો છે. આ અધિનિયમ મુજબ દરેક કામકાજના સ્થળે આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની રચના ફરજિયાત છે અને દરેક મહિલાને ફરિયાદ નોંધાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. SHE-Box (Sexual Harassment Electronic Box) અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતી મહીલાલક્ષી યોજનાઓ તથા મહિલા ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઈન અંગે વિસ્તૃત માહિતી આપાવામાં આવી.હતી. આ કાર્યક્રમમાં ફીમેલ હેલ્થ વર્કર, આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!