GUJARATKHERGAMNAVSARI

સોલધરા ગામની પ્રાથમિક શાળાની શતાબ્દી મહોત્સવ ગૌરવપૂર્વક ઉજવાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

સોલધરા ગામ ખાતે ઇ.સ. 16-12-1925ના રોજ સ્થાપિત થયેલી પ્રાથમિક શાળાની શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્ય અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદી પૂર્ણ કરનાર આ શૈક્ષણિક સંસ્થાના ઐતિહાસિક યોગદાનને યાદ કરતાં સમગ્ર ગામમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી અનુભવાઈ.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા ભારે પ્રશંસા મળી. શાળાના ભવિષ્ય વિકાસને ધ્યાનમાં રાખી પ્રાર્થના હોલના ખાતમુહૂર્તનો શુભ કાર્યક્રમ યોજાયો, જે શ્રી ભીખુભાઈ લાડના પરિવાર દ્વારા વિધિવત રીતે સંપન્ન કરવામાં આવ્યો.
શાળા નિર્માણ અને વિકાસમાં નોંધપાત્ર સિંહફાળો આપનાર સિતાજંલિ ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી હર્ષદભાઈ ખુશાલભાઈ ઉકાની પ્રેરક અને માર્ગદર્શક ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અને દિશા આપી. તેમના સહયોગથી શાળાની શૈક્ષણિક તથા માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આઈ.સી. પટેલ, શ્રી એસ.યુ. પટેલ, શ્રી બી.એન. પટેલ, શ્રી હિતેશભાઈ લાડ, શાળા SMC પ્રમુખ અંક્તિભાઈ પટેલ, પૂર્વ SMC પ્રમુખ શ્રી વિમલભાઈ લાડ તથા શ્રી ધનસુખભાઈ લાડ, દિનેશભાઈ બી. પટેલ, સરપંચ શ્રી જેનિશભાઈ, તેમજ શાળા ના આચાર્યશ્રી નુતનબેન પટેલ અને સમગ્ર શિક્ષણ ગણનો ઉત્સાહભર્યો અને સરાહનીય સહકાર રહ્યો.
સોલધરા વિસ્તારની શિક્ષણની ભૂખ જગાડનાર, પેઢીદરપેઢી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર આ પ્રાથમિક શાળાની શતાબ્દી મહોત્સવ ઉજવણી સમગ્ર ગામ અને વિસ્તાર માટે ગૌરવપૂર્ણ તથા પ્રેરણાદાયક બની રહી.

Back to top button
error: Content is protected !!