કાલોલ ના ઘોડા ગામ નજીક કોમી એકતાનું પ્રતિક પીર મેમુનશાહ અને પીર ગેબનશાહ બાબાના ઉર્ષની ઉજવણી.

તારીખ ૦૫/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઘોડા ગામ પાસેથી પસાર થતી ગોમા નદી કિનારે આવેલી હજરત પીર મેમુનશાહ બાબા અને હજરત પીર ગેબનશાહ બાબાની દરગાહ પર ઈસ્લામી મહીનો રબીઉલ આખર ની તારીખોમાં પરંપરાગત રીતે ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉર્ષમાં કોમી એકતાની મીશાલ અને ભાઇચારાનો સંદેશો આપતો પીર નાં ઉર્ષ નિમિતે તેમની દરગાહ પર ચાદરપોશી અને ગુલપોશીની રસમ ઘોડા ગામના પટેલ પરિવાર દ્રારા દર વર્ષે અદા કરવામાં આવે છે.સંદલ શરીફની વિધિના સમાપન બાદ દરગાહ સામેના મેદાનમાં નિયાઝનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા મોટી સંખ્યા લોકોએ ભાગ લઇ નિયાઝ આરોગી હતી.નિયાઝના કાર્યક્રમમાં કાલોલ આશીક ફેન્ડ સર્કલના લોકોએ ખભે ખભા મિલાવી ખડેપગે નિયાઝ પીરસવામાં મદદરૂપ બન્યા હતા.આસ્થા અને શ્રધ્ધાથી આ પીરની દરગાહે માથું ટેકવનાર બંદાની મનોકામના પુર્ણ થાય છે.કોમી એકતાના દિપને પ્રજવલ્લિત કરતા આ કાર્યક્રમને સફળ બનાવ્વામાં આશીક ફ્રેન્ડ સર્કલ દ્વારા ખુબ સારી જેહમત ઉઠાવી ઉર્ષ શરીફમાં પધારેલા ઝાહેરીન(સધ્દ્રાળુ)ઓની સેવા કરી હતી.






