
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઘી રહિયોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના ચેરમેન વા ચેરમેન ની બિન હરીફ વરણી
ઘી રહિયોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ હતી જેમાં કારોબારીની રચના થતા અંતે ચેરમેન અને વા ચેરમેનની બિન હરીફ વરણી કરવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે રાજેન્દ્રકુમાર વિરમભાઇ પટેલ વા.ચેરમેન તરીકે તારાબેન સંજયભાઈ પરમાર ની સર્વાનુમતે બિનહરફિ વરણી થઈ રાજેન્દ્રકુમાર વી.પટેલ ની ચોથી વાર વરણી થતાં ગ્રામ અગ્રણીઓ સેક્રેટરી રાજુભાઇ પરમાર તથા કરોબારી સભ્યો,મંડળી ના સભાસદો અને ગામલોકો એ અભિનંદન પાઠવ્યા હતા





