કિફાયતનગર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી કુલ રૂ.૧૩,૯૩૦/-નો મુદ્દામાલ રીકવર કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ
કિફાયતનગર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી કુલ રૂ.૧૩,૯૩૦/-નો મુદ્દામાલ રીકવર કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક, શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા તથા શ્રી એ.કે.પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી, હિંમતનગર વિભાગ, હિંમતનગરનાઓએ ક્વૉલીટી પ્રોહી તથા જુગાર કેસો શોધી કાઢવા માર્ગદશન સારૂ સુચના કરેલ હોય જે આધારે અમો એચ.આર.હેરભા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ પો.સ.ઇ.શ્રી એસ.જે.ગોસ્વામી તથા પો.સ.ઈ.શ્રી જી.બી.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સુંચના કરેલ હોય જે આધારે અમો તથા પો.સ.ઈ.શ્રી એસ.જે.ગોસ્વામી તથા પો.સ.ઇ.શ્રી જી.બી.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તે દિશામાં સતત કાર્યરત હતા દરમ્યાન આજરોજ આ.પો.કો. કુલદિપકુમાર અજથભાઈ બ.ન.૦૭૪૭ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કિફાયતનગર ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) મકબુલ ઇકબાલભાઇ મેમણ ઉ.વ.૩૦(૨) કાદરભાઇ યુનુસભાઇ કુરેશી ઉ.વ.૩૩(૩) સાહિલ ઇકબાલભાઇ મનસુરી ઉ.વ.૨૨ (૪) સિરાજભાઇ રજાકભાઇ મનસુરી ઉ.વ.૪૪ (૫) સિરાજમીયા ડોસીમીયા ઝાલોરી ઉ.વ.૬૫ (૬) આરીફ ગનીભાઇ મનસુરી ઉ.વ.૩૬(૭) ઇકબાલભાઇ રસુલભાઈ મેમણ ઉ.વ.૫૬ નં.૧ રહે. માળીના છાપરીયા તા.હિંમતનગર તથા નંબર ૨ થી ૭ રહે. કિ ફાયતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા એમ કુલ સાત ઇસમોને પૈસા પાના વડે જુગાર રમતા પકડી પાડેલ જે તમામની અંગઝડતી તેમજ દાવ ઉપરથી તથા ગંજીફાના પાના નં-૧૦૪ કિં રૂ.૦૦/૦૦ તથા રોકડ રકમ રૂ.-૧૩,૯૩૦/- નો મુદ્દામાલ મળી આવતા તમામ આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા ક-૧૨ મુજબ ગુન્હો નોંધી ગણપાત્ર કેસ શોધી કાઢેલ છે.
કામગીરી કરનાર હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ના પોલીસના માણસો.
(૧) એચ.આર. હેરભા પોલીસ ઇન્સ્પેકટર
(૨) અ.હે.કો. ચિરાગભાઈ ભીખાભાઈ બ.નં.૧૦૮૦
(૩) લો.પો.કો. ફુલદીપકુમાર અજયભાઈ બ.નં. ૦૭૪૭,
(૪) અ.પો.કો. રોહિતકુમાર ભવજીભાઈ બ.નં. ૫૫૭
(૫) આ.પો.કો.ધનશ્યામસિંહ લક્ષ્મણસિંહ બ.ન.૩૮૪
(૬) અ.પો.કો.પંકજસિંહ રણજીતસિંહ બ.ન.૨૫૧
અહેવાલ:- પ્રતિક ભોઈ