AHAVADANGGUJARAT

ડાંગની મુલાકાતે આવનાર મુખ્યમંત્રી દમણગંગા અને વેર ટુ વિભાગનાં ભ્રષ્ટ અધિકારીનાં કાન આમળશે ખરા ?

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

ડાંગ જિલ્લામાં દમણગંગા અને વેર ટુ વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓનાં પાપે કરોડો રૂપિયાની યોજનાઓનું આંધણ..           

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન 100 ઈંચ જેટલો વરસાદ પડે છે.જેમાં રાજય સરકાર છેવાડેનાં ડાંગ જિલ્લામાં પાણી સંગ્રહ માટે વર્ષ દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અમલમાં મૂકે છે.પરંતુ અધિકારીઓ અને ઈજારદારોની ભાગ બટાયનાં પગલે સિંચાઈની પાણી સંગ્રહની અમુક યોજનાઓ ક્યાંક કાગળ પર તો ક્યાંક અધૂરી તો ક્યાંક ભ્રષ્ટાચારથી લથપથ જોવા મળે છે.ડાંગ જિલ્લામાં ખાયકીનાં પગલે પાણી સંગ્રહની યોજનાઓ ચીલા ચાલુ બનતા આદિવાસી જનજીવનને પાણી માટે દરબદર રીતે ભટકવાનો વારો આવે છે.છેવાડેનાં આદિવાસીઓ માટે સરકાર પાણીની યોજનાઓ તો અમલમાં લાવે છે.પરંતુ આ યોજનાઓ જ નિર્થક રહેતા દર વર્ષે લોકોને વલખા મારવાની નોબત ઉભી થાય છે.ત્યારે ડાંગી જનજીવન માટે પાણીનાં યક્ષ પ્રશ્ન માટે જવાબદાર કોણ અધિકારીઓ કે પછી પદાધિકારીઓ ? ચાલુ વર્ષે રાજ્ય સરકારનાં જળ સંશાધન વિભાગનાં દમણગંગા અને વેર ટુ વિભાગ અંતર્ગત ડાંગ જિલ્લાનાં ખાપરી, પૂર્ણા, ગીરા અને અંબિકા નદી પર પાણી સંગ્રહ માટે અંદાજીત 82 કરોડનાં ખર્ચે 32 જેટલા નાના મોટા ચેકડેમો મંજુર કર્યા છે.અને જે ચેકડેમોની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે.પરંતુ મોટાભાગના ચેકડેમોની કામગીરીમાં અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગતમાં હલકી કક્ષાનો સામાન તથા નદીનાં ગોળ પથ્થરો નાખી ભય વગરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતા સરકારનાં નાણા પાણીની જેમ વહી જવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.થોડા સમય પહેલા આહવા તાલુકાનાં હુંબાપાડા,ધવલીદોડ,તથા વઘઇ તાલુકાનાં શિવારીમાળ સહિત પૂર્વપટ્ટી અને સુબિર તાલુકામાં દમણગંગા અને વેર ટુ વિભાગ અંતર્ગત નિર્માણ થઈ રહેલ ચેકડેમોમાં વ્યાપક ગેરરીતિ થવાની ફરીયાદ ઉઠી હતી.જેના પગલે ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તથા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈને આ નવનિર્માણ થઈ રહેલ ચેકડેમોની મુલાકાત લઈ ઈજારદાર સહિત અધિકારીઓનો ઉઘડો લીધો હતો.અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવાની સૂચનાઓ આપી હતી.પરંતુ ઉઘડો લીધો હોવા છતાંય ડાંગ જિલ્લામાં દમણગંગા અને વેર ટુ વિભાગનાં અધિકારીઓ સુધારવાનું નામ ન લેતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.ડાંગ જિલ્લામાં 82 કરોડનાં ખર્ચે અનેક જગ્યાએ નિર્માણ થઈ રહેલ ચેકડેમોની દમણગંગા અને વેર ટુ વિભાગનાં અધિકારીઓ દ્વારા મુલાકાત પણ લેવામાં આવતી નથી.તથા યોગ્ય સમયે સુપરવિઝન પણ ન કરાતા એજન્સીઓ ભ્રષ્ટાચારથી લથપથ બની  છે.ત્યારે આજરોજ ડાંગ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવમાં રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધારી રહ્યા છે.ત્યારે ડાંગ જિલ્લાના દમણગંગા અને વેર ટુ વિભાગનાં ભ્રષ્ટ કાર્યપાલક ઈજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનરોનાં કાન આમળશે ખરા ?રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ડાંગ જિલ્લાનાં દમણગંગા અને વેર ટુ વિભાગનાં અધિકારી સામે કડક પગલા ભરી પ્રજાહિતને ન્યાય આપે તેવી પણ લોકમાંગ ઉઠી છે.ત્યારે ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચારથી લથપથ ચેકડેમો બાબતે કેવા પગલા લેવામાં આવશે તે સમય જ બતાવશે..

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button