GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ડૉ બાબા સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે VHP દ્વારા સર્વ રોગ નિદાન તથા દવા વિતરણ નિઃશુલ્ક શિબિરનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન

 

તારીખ ૧૩/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વિશ્વ હિન્દૂ પરિષદ ગૌધરા જિલ્લા સેવા વિભાગ અને ભારતીય સેવા ટ્રસ્ટ અને જીલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે કાલોલ તાલુકા બાકરોલ ગ્રામ પંચાયત ખાતે રવિવાર ના રોજ સવારે ૯-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધી કાલોલ તાલુકાના બાકરોલ ગ્રામ પંચાયત ખાતે ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે સર્વ રોગ નિદાન અને નિઃશુલ્ક દવા સાથે શિબિરનો કાર્યક્રમ સ્વાસ્થ્ય સેવા રાષ્ટ્ર સેવાના સૂત્ર સાથે માનવ સેવા કાર્યો કરી ગરીબ મધ્યમ વર્ગો સુધી પહોંચી તમામ પ્રકારની નિઃશુલ્ક દવા સાથે સેવા આપવાનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. બાકરોલ ગામની 100 થી વધુ જનતાએ આ મેડિકલ કેમ્પની મુલાકત લઈને નિદાન કરાવ્યું. આજના મોંઘવારીના યુગમાં તથા યોગ્ય માર્ગદર્શનના અભાવ વચ્ચે ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને તમામ પ્રકારના લાભો લઈ શકે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય સેવા ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા કાલોલ તાલુકાના બાકરોલ ગ્રામ પંચાયત ખાતે સર્વ રોગ નિદાન અને નિઃશુલ્ક દવા સાથે શિબિર કાર્યક્રમનું આયોજન સફળ રહ્યું. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સમસ્ત ગુજરાતના બધા જ તાલુકાઓમાં 500 થી વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન વિશ્વ હિન્દૂ પરિષદે નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન જિલ્લા આરોગ્ય શાખાની મદદથી કરેલ છે. જેમાં કાલોલ તાલુકાના બાકરોલ ગામે ગ્રામ પંચાયતના સરપંચ હરીશભાઈ સોલંકી, સભ્ય ગિરિરાજસિંહ ગામના સર્વે સમાજના અગ્રણી પ્રવિણસિંહ ગોહિલ, સુરેન્દ્રભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, શાંતિભાઈ, ઠાકોરભાઈ તથા સારસ્વત સમાજના અગ્રણી વિનોદભાઈ અમીન, વિશ્વ હિન્દૂ પરિષદ પંચમહાલના કોષાધ્યક્ષ ભાઈલાલભાઈ પટેલ, કાલોલ પ્રખંડ વાલી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ પ્રખંડના સહમંત્રી કુલદીપસિંહ, સેવા પ્રમુખ ભાવેશભાઈ, બજરંગદળ સહસંયોજક કમલેશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહીને કાર્યને સફળ બનાવ્યું હતું. સામાજિક સમરસતા અંતર્ગત હરીશભાઈ અને વિનોદભાઈ તથા ઠાકોરભાઈ દ્વારા દીપ પ્રાગટય, ભારત માતા પૂજન, બાબા સાહેબનું પૂજન કરી શિબિરની શરૂઆત કરાવવામાં આવિ હતી. ગામની દીકરીઓ દ્વારા ઉપસ્થિત ડૉક્ટરોની ટીમનું સ્વાગત અને તિલક કરીને પૂજન કરાવવામાં આવ્યું હતું. આ મેડિકલ શિબિરમાં વૃદ્ધ માતા-બહેનો અને વડીલોની સાથે નાના બાળકોએ પણ સેવાનો લાભ લીધો હતો જેમાં મોટાભાગે બાળકોને કૃમિ અને અન્ય બાળ રોગોનું નિદાન કરી અને યોગ્ય આહાર વિશે સમજ આપવામાં આવી, બ્લડપ્રેસર અને ડાયાબીટીસ જેવા દર્દીઓ અને સાથે વિટામિન, આયોડિનની ઉણપ તથા કુપોષણને કારણે થતી બીમારીઓનું નિદાન કરી યોગ્ય દવા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગંભીર લાગતી બીમારી માટે અન્ય સુવિધા યુક્ત દવાખાના માટે પણ માર્ગદર્શન અત્રેની ડૉક્ટરોની ટીમે આપ્યું હતું. આમ, આ મેડિકલ શિબિર સમરસ સમાજની દિશામાં અને સ્વાસ્થ્ય સેવા રાષ્ટ્ર સેવાના સૂત્રને સુપેરે સાર્થક કર્યું હતું. ડૉક્ટર્સની ટીમનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યોને ગ્રામજનોએ બિરદાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!