મહેસાણામાં સિવિલની નવીન બિલ્ડિંગના બાંધકામ બેઠક યોજવામાં આવી કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને,
નવીન બિલ્ડીંગના પ્લાન ,નકશા સાથે ચર્ચા કરવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
કલેક્ટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં મહેસાણા સિવિલની નવીન બિલ્ડિંગના બાંધકામની ચર્ચા વિચારણા અને સુવિધાઓ અને સગવડો લઈને ચર્ચા બેઠક યોજવામાં આવી હતી. નિર્માણાધીન મહેસાણા સિવિલના નવા બિલ્ડીંગ અંગે વિવિધ ૧૮ મુદ્દાઓ વિશે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો.ગોપીબેન પટેલે વિગતો રજુ કરી હતી.
નવીન બિલ્ડીંગના પ્લાન ,નકશા સાથે ચર્ચા કરવામાં આવી હતી તેમજ હોસ્પિટલના મહેકમ અને ૩૦૦ બેડ સાથે મંજૂર થયેલ મહેકમ અને તેને આવરી લઈને કરવામાં આવતી સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.ધારાસભ્ય અને કલેકટરે ઈજનેરને સુવિધાયુકત અને લોકો ઉપયોગી નિર્માણ કામગીરી માટે જરુરી માર્ગદર્શન -સુચનો કરવામાં આવ્યા હતા.
મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ,ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઘનશ્યામદાન ગઢવી તેમજ સામાજિક કાર્યકર હિરેનભાઈ ભાવસાર અને પીઆઇયુના કાર્યપાલક ઇજનેર એન. આર. પટેલ તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્ય સર્વ રમેશભાઈ સોલંકી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ડો. રાજેન્દ્ર જૈન, સંદીપભાઈ શેઠ, મહેશભાઈ પટેલ ઔદ્યોગિક ગૃહોના પ્રતિનિધિ સંદીપભાઈ શેઠ અને સંબંધિત કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.




