1 લી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી આણંદ જિલ્લાની મુલાકાતે આવશે.

1 લી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી આણંદ જિલ્લાની મુલાકાતે આવશે.
તાહિર મેમણ – આણંદ -+29/01/2025 – ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 1લી ફેબ્રુઆરીએ આણંદ જિલ્લાના બોરસદની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ કાર્યક્રમને લઈને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠકમાં કલેક્ટરે કાર્યક્રમના સ્થળ, હેલીપેડ, રસ્તા, ટ્રાફિક વ્યવસ્થા સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈએ દરેક વિભાગના અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, જિલ્લા વિકાસ અધિકારી જી.વી. દેસાઈ, બોરસદ પ્રાંત અધિકારી અમિત પટેલ અને ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. તમામ અધિકારીઓને મુખ્યમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમની જવાબદારીઓ સોંપવામાં આવી છે.




