GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ઉતિર્ણ થયેલાં સફાઈ કામદારોનાં બાળકોને સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સન્માનિત કરાશે

તા.૧૭/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને રૂ.૧૧ હજારથી રૂ.૪૧ હજાર સુધીના ઈનામની રકમ અપાશે

Rajkot: ગુજરાત કામદાર વિકાસ નિગમ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં વર્ષ ૨૦૨૫ માં સમગ્ર રાજયનાં સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોમાં ઉતિર્ણ થયેલાં બાળકોને ઈનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ઓનલાઈન મળેલ અરજીઓ પૈકી અગ્રીમતા ધરાવનાર બાળકને નીચે દર્શાવ્યા મુજબ ઈનામની રકમ અને પ્રશસ્તિ પત્ર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે.

ધોરણ-૧૦ માં ઉતિર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂા. ૪૧,૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂા. ૨૧,૦૦૦ તથા ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂા. ૧૧,૦૦૦ ઇનામની રકમ આપી સન્માનિત કરાશે.

તેમજ ધોરણ-૧૨ માં વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીને રૂા. ૩૧,૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂા. ૨૧,૦૦૦ તેમજ ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂા. ૧૧,૦૦૦ સહાય અપાશે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી.

આ યોજનાનો લાભ લેવા માટે રાજકોટ જિલ્લાના અરજદારે સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૫ ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે. વર્ષ માર્ચ/એપ્રિલ-૨૦૨૫ માં લેવામાં આવેલ એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.

આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તેમ મેનેજીંગ ડિરેક્ટર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!