GUJARAT
નસવાડી જંગલખાતા ના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી જંગલખાતા ના કર્મચારીઓ દ્વારા કચેરી ને સ્વયં સફાઈ કરી હતી. સ્વચ્છતાના સંદેશાને મહત્વ આપ્યું છે.ગાંધી જયંતી નિમિત્તે એક અઠવાડિયું સ્વચ્છતા અભિયાન ચલાવવાની હાંકલ વડાપ્રધાન એ કરી હતી. તે અંતર્ગત નસવાડી જંગલખાતા વિભાગમાં જુદી જુદી સંસ્થાના તથા કર્મચારીના સુંદર સહકારથી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજીનું સ્વચ્છતા અંગેનું સુત્ર ગાંધીજીનો સફાઇનો સંદેશ સુચવે છે ત્યારે નસવાડી ના જંગલ ખાતા ના સ્ટાફ દ્વારા જાહેરમાં સફાઇ કરી બાપુનાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજીની જીવન શૈલીમાં સ્વચ્છતા સારી રીતે વણાયેલી હતી.