કાંકરેજ તાલુકાના માનપુરા (ઉણ)મા કલાવીર દાદાના મંદિરે સામૂહિક શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું…
કાંકરેજ તાલુકાના માનપુરા (ઉણ)મા કલાવીર દાદાના મંદિરે સામૂહિક શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું...
કાંકરેજ તાલુકાના માનપુરા (ઉણ)મા કલાવીર દાદાના મંદિરે સામૂહિક શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું…
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાલનપુર દ્વારા માન્ય નિમાયક તેમજ જિલ્લા કો-ઓર્ડીનેટર મહેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકાના માનપુર (ઉણ) ગામે સામૂહિક શૌચાલયની મંજૂરી આપવામાં આવેલ હતી. તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના સ્ટાફના માર્ગદર્શન હેઠળ કલાવીર દાદાના મંદિરમાં સામૂહિક સ્વચ્છતા સંકુલ વર્ષ ૨૦૨૪/૨૫ નું બાંધકામ કરવામાં આવેલ જેનું તા.૧૮/૦૯/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તાલુકા પંચાયત કાંકરેજ હીનાબેન એસ.ઠાકોર ક્લસ્ટર કોઓર્ડીનેટર,તલાટી જયેશભાઈ પ્રજાપતિ,સરપંચ અલ્પેશભાઈ બી.દેસાઈ,પૂજારી રઘુગર ગોસ્વામી સહીત ગામના આગેવાનો અને એસ.બી.એમ. શાખાના સ્ટાફની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સરપંચે નિયામક અને ટીડીઓનો આભાર માન્યો હતો. હીનાબેન દ્વારા સામૂહિક સ્વચ્છતા સંકુલની જાળવણી થાય તેમજ એનો ઉપયોગ ગામ ના દરેક લોકો કરતા થયા એવી માહિતી આપવામાં આવેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530