
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય જેને અટકાવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં દરેક વિસ્તારમાં આદિવાસીઓની વસ્તી હોય, સુબીર તાલુકામાં એક પણ વ્યક્તિ ધર્માંતરીત થઈને ખ્રિસ્તી કાયદેસર બનેલ હોય એવુ સરકારી ચોપડે નોંધાયેલ નથી.તેમ છતાં છેલ્લા કેટલાંક સમયથી આદિવાસી વિસ્તારમાં કાયદાનો ભંગ કરી બિન અધિકૃત રીતે ધર્મ પરીવર્તન કરાવવા માટે ખ્રિસ્તી ધર્મની કેટલીક મંડળીઓ દ્વારા સેમીનાર અને વિવિધ કાર્યોક્રમો, સભા મેળાઓ વારંવાર કરાવવામાં આવે છે. ખ્રિસ્તી લોકોના માત્ર ઉદ્દેશ આદિવાસી સમાજના વધુમાં વધુ લોકોનું ધર્મપરિવર્તન કરવાનો હોય છે.સુબીર તાલુકામાં આદિવાસી સંપુર્ણ વિસ્તાર છે.અને આદિવાસી વસ્તી છે.તો અનુસુચિ-૫, પ્રમાણે ખ્રિસ્તી ધર્મના અલગ અલગ રાજ્યના પ્રચારકો પાંઢરપાડા ગામમા કેવી રીતે આવી શકે ? જે પ્રશ્ન લોક મુખે ચર્ચાઈ રહ્યો છે.આદિવાસીઓ ચર્ચમાં જાય છે. તેનાથી સ્થાનિક આદિવાસી લોકોને કોઈ વાંધો નથી તેઓનું કાયદેસર ખ્રિસ્તી જાહેર કરવામાં આવે જે ખ્રિસ્તીધર્મના પ્રચારકો અલગ અલગ રાજ્યથી પ્રચાર કરવા આવતા હોય છે.મળતી માહિતી મુજબ સુબીર તાલુકામાં તા. ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ જુનેર ગામે તથા તા. ૦૫/૦૫/૨૦૨૫ ના રોજ પાંઢરપાડા ગામે બહારથી આવેલા કેટલાક પાસ્ટરો, વક્તાઓ, બિશપો ખ્રિસ્તી ધર્મના પ્રચારકો અંધશ્રધ્ધાના નામે ભોળી આદિવાસી પ્રજાને ગુમરાહ કરીને ધર્માંતરણોનો મોટો ખેલ કરતા હોય તેવા આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પણ આ અગાઉ પાઠવવામાં આવ્યું હતુ.અને આ કાર્યક્રમમાં યોજવા માટે પરમિશન ન આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી અને તા.૨૮/૦૪/૨૦૨૫ ના રોજ જુનેર ગામે ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ યોજાયો હતો.વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,હાલ ડાંગ જિલ્લામાં સંપુર્ણ આદિવાસી વસ્તી હોય તો ત્યાં આવા ખ્રિસ્તી ધર્મના કર્યક્રમો કેમ કરવામાં આવે છે ? આવા કાર્યક્રમો કરવાવાળા ખરેખર કાયદેસરના ખ્રિસ્તી છે? અને હોય તો તેમના પ્રમાણપત્ર પુરાવાની ઓળખ કરવામાં આવે. આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ પૂર્વજોથી ચાલી આવેલ રૂઢી પરંપરા પ્રમાણે જ પુંજ મુકી પૂજતા આવ્યા છે.આદિવાસી ગામોમાં ભોળા ભાલા આદિવાસીઓ સાથે લોભ લાલચ/સામ/દામ/ભેદની નિતીનો ઉપયોગ કરી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કરે છે જે એક ખૂબજ ગંભીર બાબત છે. અને આ અધિનિયમની જોગવાઈ ૩.૪ અને પનું ઉલ્લંઘન સગીર કે આદિવાસી વ્યક્તિના સંદર્ભમાં થાય તો તેના માટે ૪ વર્ષની કેદની સજા અને રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ)દંડ ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ડાંગ જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જો હવે પછી જિલ્લા કક્ષાએથી યોગ્ય કાર્યવાહી નહીં થશે તો સમસ્ત આદિવાસી સમાજની આદિવાસી રૂઢી પરંપરા સંસ્કૃતિને બચાવવા ગાંધી ચીધ્યા માર્ગ પર ઉતરી આવી ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે..




