ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો ધ્વારા રખડતા ઢોરો ને પકડવાના મુદ્દે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું .

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગર પાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમનવ્ય, સ્પષ્ટતા,અને સંકલનના અભાવ નો આક્ષેપ..
ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો ધ્વારા રખડતા ઢોરો ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગર પાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમનવ્ય, સ્પષ્ટતા,અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ- આડેધડ દંડ વસુલાતો હોવાના આક્ષેપ સાથે માનવીય અભિગમ ના રાખવા અંગે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું..
ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો ધ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલ આવેદનપત્ર જણાવ્યાનુંસાર ભરૂચમાં રખડતા ઢોરો ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગર પાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમનવ્ય, સ્પષ્ટતા,અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ- આડેધડ દંડ વસુલાતો હોય છે.વળી ગોપાલક ને પાલિકા અને પાંજરાપોળ વચ્ચે આંટાફેરા મારવા પડે છે તેથી પકડવામાં આવેલ ગૌમાતા કે પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડ ની રકમ પણ સંકલન માં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા સાથે માનવીય અભિગમ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જો તેમ નહી કરાય તો ગૌપાલકો સાથે તંત્ર ની ઘર્ષણ થતું રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.આવેદનપત્ર પાઠવવામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ ઝીણા ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો અને ગૌ પ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




