કલેકટરે આકસ્મિક વાસદ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી

કલેકટરે આકસ્મિક વાસદ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી
તાહિર મેમણ – 11/07/2024- કલેકટરે આકસ્મિક વાસદ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને વાસદ ગામના ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો સાંભળ્યા હતા અને તેનું તાકીદે નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કલેકટરએ આ મુલાકાત દરમિયાન વાસદ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓ સાથે વાત કરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મળતી સેવાઓથી સંતુષ્ટ છો કે કેમ? તેની પણ જાણકારી મેળવી હતી. ત્યારબાદ ફાર્માસિસ્ટ રૂમ ખાતે દવાઓની ચકાસણી કરી હતી અને કોઈપણ દવાની તારીખ સમાપ્ત થઈ ગઈ હોય તેવી તારીખ વાળી છે કે કેમ ? તેની જાણકારી મેળવી હતી અને દવાઓની જાતે ચકાસણી કરી હતી. ફાર્માસિસ્ટ દ્રારા કોઈપણ દવા એક્સપાયરી ડેટ વાળી રાખવામાં આવતી નથી, તેમ કલેક્ટરને જણાવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરએ સૂચન કર્યું હતું કે કોઈપણ દર્દીને જે દવા આપવામાં આવે તે દવાનું ઓપીડી રજીસ્ટરમાં નોંધ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત કલેક્ટરએ એક્સરે રૂમ ટેક્નિશિયન સાથે પણ મુલાકાત કરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત ડેન્ટિસ્ટ ડોક્ટર સાથે પણ ચર્ચા કરી હતી. કલેકટરશ્રીએ લેબોરેટરી રૂમમાં જઈને લેબોરેટરી ટેક્નિશિયન સાથે જરૂરી ઈક્વિપમેન્ટ છે કે કેમ ?તેની તપાસણી કરી હતી.
સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ભાવિકે કલેકટરશ્રીને જણાવ્યું હતું કે દર મહિને ૧૨ થી ૧૫ ડિલિવરી વાસદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવવામાં આવે છે તે સાંભળીને કલેક્ટરશ્રીએ વાસદ અને તેની આસપાસના ગામના સગર્ભા મહિલાઓ વાસદ ખાતે જ પ્રસુતિ માટે આવે તેમ તેઓને જણાવવા કહ્યું હતું.
કલેકટરએ ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લીધી હતી. આંગણવાડીની મુલાકાત દરમિયાન ભૂલકાઓ સાથે નીચે બેસીને ભૂલકાઓ સાથે વાત કરી હતી. કલેક્ટરશ્રીએ કુમારશાળા અને કન્યાશાળા વાસદની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓના વાંચન,લેખન અને ગણન પ્રવૃત્તિ ચેક કરી હતી.




